હીરા વીણવા લાગે છે લાઈન: અહીંયાના ખેડૂતોને ખેતરમાંથી મળે છે હીરા, એક ખેડૂતે કહ્યું, “મને 30 કેરેટનો મળ્યો, 1.2 કરોડમાં વેપારીને વેચ્યો”

આપણા પૂર્વજો કહેતા આવ્યા છે કે જમીનમાં સોનુ છે. પરંતુ આજ સુધી કોઈ કિસ્મત વાળાને જ જમીનમાંથી ખરું સોનુ દબાયેલું મળ્યું હશે. પરંતુ પૂર્વજોનો કહેવાનો અર્થ જુદો હતો, જમીનમાં જે ખેતી કરી અને આપણે પાક મેળવીએ તેને સોનુ એ કહેતા, પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં જમીનમાંથી લોકોને અસલી અને કિંમતી હીરા મળે છે.

આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં એક ખેડૂત દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેને ખેતરમાંથી 30 કેરેટનો હીરો મળ્યો છે. અને તેને એક સ્થાનિક વેપારીને 1.2 કરોડ રૂપિયામાં તેને વેચી દીધો છે. સોશિયલ મીડિયામાં આ ખબર વાયરલ થયા બાદ મીડિયા સંસ્થાનોએ ત્યાંના એસપી સાથે વાત કરી. એસપીએ જણાવ્યું કે તે પણ આ ખબરની તપાસ કરી રહ્યા છે. જોકે તેમને એમ પણ જણાવ્યું કે આ પહેલી એવી ઘટના નથી આ વિસ્તારમાં હીરા સમેત કિંમતી પથ્થર મળવાની ઘટનાઓ પણ સામે આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર ચિન્ના  જોનાગીરી વિસ્તારના એક સ્થાનિક ખેડૂતને હીરો મળ્યો હતો. એસપીએ જણાવ્યું કે કુરનૂલ જિલ્લામાં દર વર્ષે જૂનથી નવેમ્બર વચ્ચે ઘણા લોકો આ કિંમતી પથ્થરોંની શોધમાં ભેગા થાય છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વરસાદની મોસમમાં કિંમતી પથ્થરો મળવાની ઘટનાઓ પહેલા પણ સામે આવી છે.

વરસાદમાં જયારે માટી ધોવાય છે ત્યારે અહીંયા કિંમતી પથ્થર મળે છે. એસપીએ જણાવ્યું કે જોન્નાગીરી, તૂંગલી, મદીકેરા, પગીદીરાઈ, પેરાવલી, મહાનંદ અને મહાદેવપુરા ગામની નાદાર લોકો વરસાદ બાદ હીરાની તપાસ કરે છે.

કુરનૂલ જિલ્લામાંથી લગભગ દર વર્ષે હીરા મળી આવવાની ખબર સામે આવે છે. 2019માં એક ખેડૂતને કથિત રીતે 60 લાખ રૂપિયાનો હીરો મળ્યો હતો. 2020માં બે ગામ લોકોને કથિત રીતે 5-6 લાખ રૂપિયાના બે કિંમતી પથ્થર મળ્યા હતા અને તેમને સ્થાનિક વેપારીઓને 1.5 લાખ અને 50 હજાર રૂપિયામાં વેચી દીધા હતા.

હીરો મળવાની ખબર સાંભળતા જ આસપાસના જિલ્લાના લોકો આકર્ષિત થઇ જાય છે. આ લોકો દર વર્ષે પોતાનું કામ કાજ છોડી અને થોડા મહિના માટે હીરા શોધવા માટે તંબુ લગાવીને આ ગામની અંદર રહે છે. સ્થાનિક લોકો જ નહિ ઘણી પ્રાઇવેટ કંપનીઓ સાથે સરકાર દ્વારા પણ હીરા શોધવા માટે પહેલા ઘણા અભિયાન ચલાવવામાં આવ્યા છે.

Niraj Patel