અજબગજબ

ખેડૂતે ખેતીમાં થોડો કર્યો નવતર પ્રયોગ અને આજે કમાઈ રહ્યો છે કરોડો રૂપિયા, આખા દેશમાંથી મળી રહ્યા છે ઓર્ડર

ખેડૂતને જગતનો તાત કહેવામાં આવ્યો છે. પરંતુ આજે ખતેરમાં પકવેલા પાકના પણ યોગ્ય ભાવ ના મળતા હોવાના કારણે ખેડૂત પણ હેરાન છે. ઘણા ખેડૂતો ખેતીમાં કોઈ નવતર પ્રયોગ કરે છે, ઘણા એમાં સફળ થાય છે તો ઘણા વિફળ પણ થતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશના એક ખેડૂતે ખેતીની અંદર એવો નવતર પ્રયોગ કર્યો કે તેની કમાણી કરોડોમાં થવા લાગી અને આખા દેશમાંથી તેને ઓર્ડર પણ મળવા લાગ્યા.

આ ખેડૂત છે મધ્યપ્રદેશના ધારનો જેમનું નામ છે વિનોદ ચૌહાણ, તેને પોતાના ખેતરની અંદર કાળા ઘઉંની ખેતી કરવાનો નવતર પ્રયોગ કર્યો. અને તે આજે સફળ થઇ ગયો. વિનોદે પકવેલા કાળા ઘઉંની ડિમાન્ડ ખુબ જ વધી ગઈ છે.

Image Source

આ વખતે વિનોદે 20 વીઘા જમીંનની અંદર 5 કવીન્ટલ ઘઉં રોપ્યા જેની અંદરથી 200 કવીન્ટલ ઘઉંનું ઉત્પાદન થશે. અને હવે તેની કમાણી પણ ઝડપથી આગળ વધી રહી છે. જે ખેતરમાંથી તે મામલુ આવક પેદા કરતો હતો આવે એજ ખેતરમાંથી ઉગેલા ઘઉં હવે દેશભરમાં ડિમાન્ડમાં છે.

Image Source

વિનોદની આ વિચારધારા પાછળ પંજાબના રિસર્ચ સેન્ટર નેશનલ એગ્રી ફૂડ બાયો ટેક્નોલોજી મોહાલીના કૃષિ વૈજ્ઞાનિક ડો. મોનીકા ગર્ગનો હાથ છે. કાળા ઘઉંની અંદર એન્થોસાઈનિન માત્ર સામાન્ય ઘઉંની તુલનામાં 149 પાસ પ્રતિ મિલિયન સુધી વધારે મળી આવી છે.

કાલા ઘઉંની અંદર ઝીંકની માત્ર પણ વધારે હોય છે, એથોસાઈનિનના કારણે આ સુગર ફ્રી પણ હોય છે. સ્ટાર્ચ પણ ઓછા હોય છે. તેવામાં સુગરના દર્દીઓ માટે આ ખુબ જ ફાયદાકારક છે. કાલા ઘઉં ખાવાથી પાચન ક્ષમતા પણ ઝડપી બને છે.

Image Source

વિનોદે આ ઘઉં વિષે યુટ્યુબ દ્વારા માહિતી મેળવી હતી. તેને શુંલાજપુરના એક ખેડૂત પાસેથી પ્રેરણા મળી અને તેને તેની બિયારણ 200 રૂપિયા પ્રતિ કિલો વેચ્યું હતું. હવે તેનો પાક તૈયાર છે. અને તેને રાજસ્થાન, યુપી, કર્ણાટક અને ઉત્તરાખંડથી સતત ઓર્ડર મળી રહ્યા છે.

Image Source

કાળા ઘઉંના ઘણા ફાયદાઓ પણ છે. એક્પર્ટ જણાવે છે કે તેના ઉપર રિસર્ચ હાલમાં ચાલી રહ્યું છે. તેની અડનારથી ઓક્સીડેન્ટની માત્ર વધારે હોય છે. તેનાથી કેન્સરના રોગીઓને ફાયદો થાય છે. ત્યાં સુધી કે કેન્સર રોકવામાં પણ ખુબ જ લાભદાયક છે. તેની અંદર ફેટની માત્ર પણ ઓછી હોય છે જેના કારણે મોટાપાથી પણ બચી શકાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.