“અમને ન્યાય નહિ મળે તો અમે પાંચેય દીકરીઓ આત્મવિલોપન કરીશુ…” છેતરપિંડીનો ભોગ બન્યા બાદ પિતાના આપઘાતથી તૂટી ચુકેલી દીકરીઓની વેદના ધ્રુસકે ધ્રુસકે છલકાઈ
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Farmer committed suicide In Dwarka : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કેટલાય લોકો આર્થિક તંગીના કારણે, તો કોઈ પારિવારિક અથવા તો પ્રેમ સંબંધોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, તો ઘણીવાર કોઈ વ્યક્તિ કોઈની માનસિક હેરાનગતિના કારણે પણ આપઘાત કરવાનું વિચારી લેતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાંથી પણ એક એવી જ ચકચારી ભરેલી ઘટના સામે આવી છે, જેમાં એક ખેડૂત છેતરપિંડીનો ભોગ બનતા આપઘાત કરી લીધો અને હવે તેમની દીકરીઓ ન્યાય માંગી રહી છે.
મિત્રએ કરી 2 કરોડની છેતરપિંડી :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર દ્વારકાના ભડથર ગામે રહેતા ખેડૂત માયાભાઇ ચાવડા સાથે તેમના જ એક મિત્ર રમેશ પીઠડીયાએ 2 કરોડની છેતરપિંડી કરી હતી, જેના કારણે ખેડૂત માયાભાઇએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. માયાભાઇએ આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ શેર કર્યો થયો, જેમાં તેમને પાંચથી 6 લોકો દ્વારા તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારે આ મામલે હવે ખેડૂતના પરિવારજનોએ એસ.પીને રજુઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં ના આવ્યા હોવાનો આક્ષેપ પણ પોલીસ પર કર્યો છે.
View this post on Instagram
વીડિયોમાં જણાવી હકીકત :
ખેડૂતનો અંતિમ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે તેમની સાથે છેતરપિંડી થઇ છે તે લોકોના નામ જણાવી રહ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માનગ પણ કરી રહ્યા છે. તેમને વીડિયોમાં એમ પણ જણાવ્યું કે તે લોકોએ જ તેમને મરવા માટે મજબુર કર્યા હતા. વીડિયોમાં તેમને એમ પણ જણાવ્યું કે આ લોકોએ તેમને ક્યાંયના ના રહેવા દીધા અને છેલ્લા 9 મહિનાથી ઘરરમાંથી બહાર પણ નથી નીકળ્યા અને હવે ના છૂટકે આ પગલું ભરવું પડ્યું.
View this post on Instagram
દીકરીઓ ન્યાય માંગી રહી છે :
ત્યારે પિતાના મોત બાદ તેમની પાંચ દીકરીઓ માથે પણ આભ તૂટી પડ્યું છે, દીકરીઓના રડી રડીને હાલ બુરા થઇ રહ્યા છે. જેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને હૈયાફાટ રુદન સાથે તેઓ પોતાના પિતાના મોત માટે ન્યાયની માંગણી કરતી પણ જોવા મળી રહી છે. આ વીડિયો કાળજું કામપવી દેનારા છે. દીકરીઓએ ગૃહમંત્રી અને પોલીસને સંબંધોની વીડિયો પોસ્ટ કર્યા છે, સાથે જ તેમને એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને ન્યાય નહિ મળે તો તે સામુહિક આત્મવિલોપન કરશે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં