પૌત્રીના જન્મ પર આ ખેડૂત એટલો ખુશ થયો કે બાળકીને ઘરે લાવવા મંગાવ્યું હેલિકોપ્ટર

કોઈ પણના ઘરમાં જ્યારે નાના બાળકનો જન્મ થાય છે ત્યારે તે પરિવારની ખુશી ડબલ થઈ જાય છે. નવા બાળકને આવકારવા લોકો અલગ અલગ રીત અપનાવતા હોય છે. જેમ જેમ સમાજમાં શિક્ષણનું સ્તર વધી રહ્યું છે તેમ તેમ મહિલાઓ પ્રત્યેના વિચાર બદલાવા લાગ્યા છે.

કારણ કે પહેલાના જમાનામાં પુત્રના જન્મ પર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. પુત્રીના જન્મને ખાસ મહત્વ આપવામાં આવતું નહોતું. પરંતુ હવે સમય બદલાયો છે લોકો દીકરા દીકરીમાં કોઈ ભેદભાવ કરતા નથી. તેના ઉછેરમાં પણ હવે બદલાવ આવ્યો છે. પરંતુ આજે અમે જે રીત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. કારણ કે આ ખેડૂતે પૌત્રીના જન્મ પર તેને આવકારવા હેલિકોપ્ટર ભાડે કરાવ્યું હતું. આ ખેડૂત પરિવારને ત્યાં બાળકી જન્મ થતા બધા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. તેમણે બાળકીનું નામ કૃષિકા રાખ્યું છે.

આ ઘટના સામે આવી છે પુણેમાં. પુણેના બાલેવાડી વિસ્તારમાં રહેતા અજીત પાંડુરંગ બલવાડકરે કહ્યું કે, હું મારા પરિવારની સૌથી નાની સભ્ય કૃષિકાનું ભવ્ય સ્વાગત કરવા માગતો હતો. તેથી જ્યારે મારા દીકરાની વહુને તેના માતા પિતાના ઘરેથી અમારા ઘરે લાવવાનો સમય આવ્યો ત્યારે અમે હેલિકોપ્ટર બુક કરાવ્યું.

તમને જણાવી દઈએ કે, કૃષિકા તેમની માતા સાથે નાનાના ઘરે રહેતી હતી. જ્યાંથી પૌત્રી અને વહુને ઘરે લાવવા માટે ખેડૂતે હેલિકોપ્ટર બુક કરાવી હતું. આ ખેડૂતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, અમે અમારી પુત્રવધુ અને પૌત્રીનું ભવ્ય સ્વાગત કરવા માગતા હતા તેથી અમે તેમને તેમના પિતાના ઘરેથી અમારા ઘરે લાવવા માટે હેલિકોપ્ટર બુક કરાવવાનો નિર્ણય કર્યો.

સમાચાર એજન્સીના જણાવ્યાં પ્રમાણે બાલેવાડીના ખેડૂત અજીત પાંડુરંગ બલવાડકરે પુણેના શેવાલવાડી સ્થિત પોતાની પુત્ર વધુ અને નવજાત પૌત્રીને પોતાના ઘર બાલેવાડી લાવવા માટે હેલિકોપ્ટર ભાડે કર્યું હતું. આવી જ રીતની એક ઘટના થોડા દિવસ પહેલા પુણેના ખેડ તાલુકામાં સામે આવી હતી. જ્યાં એક વકીલ પોતાની પુત્ર વધુ અને પૌત્રીને હેલિકોપ્ટરથી ઘરે લાવ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

YC