મહિલા હેડ કોન્સ્ટેબલની હત્યા, પતિની લાશ ફાંસી પર લટકેલી મળી, દીકરાને છેલ્લા ફોનમાં કહ્યુ એવું કે…

દેશભરમાંથી ઘણી હત્યાના કિસ્સાઓ અવાર નવાર સામે આવે છે. ઘણીવાર અંગત અદાવતમાં હત્યા નિપજાવવામાં આવતી હોય છે તો ઘણીવાર પ્રેમ સંબંધમાં પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે. આ ઉપરાંત ઘણીવાર હત્યાનું કારણ ઘરનો કંકાસ પણ હોઇ શકે છે. હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં મહિલા હેડ કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી હોવાના સમાચાર છે. આ ઉપરાંત તેના પતિની લાશ પણ ફંદા પર લટકેલી મળી આવી છે. પોલીસે બંને મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટ માર્ટ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનું કારણ બહાર આવશે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ઘટના જોઇએ તો, ફરિદાબાદ પોલીસ લાઇનમાં રહેઠાણ નંબર 60માં હેડ કોન્સ્ટેબલ સરોજ સાથે રહેતો 14 વર્ષનો પુત્ર જ્યારે ટ્યુશન બાદ ઘરે પાછો આવ્યો ત્યારે તેણે ઘરનો બેલ વગાડ્યો પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો નહિ. તેણે એવું માન્યુ કે તેના માતા-પિતા ઊંઘી ગયા હશે જેના કારણે તે પાડોશના ઘરે જઈને સૂઈ ગયો હતો. તેને સવારે પરીક્ષા આપવા જવાનું હતું. તેને ખબર નહોતી કે આવનારી સવાર તેના માતાપિતાને હંમેશ માટે લઈ જશે. સવારે બનેલી ઘટના જોઈને માસૂમ દેવ એટલો સ્તબ્ધ થઈ ગયો કે તેની આંખમાંથી આંસુ પણ નીકળી શક્યા નહીં.

દેવ ધોરણ 9મા અભ્યાસ કરે છે. બુધવારે તેની પરીક્ષા હતી. મંગળવારે સાંજે ઘરેથી થોડા અંતરે તે ટ્યુશન ગયો હતો. પરીક્ષાની તૈયારીને કારણે ટ્યુશનમાં થોડો સમય વિલંબ થયો હતો. રાત્રે 10 વાગ્યા પછી દેવ ઘરે પાછો આવ્યો ત્યારે દરવાજો બંધ હતો. બે-ત્રણ વાર બેલ વગાડ્યા પછી પણ દરવાજો ન ખૂલ્યો ત્યારે દેવે વિચાર્યું કે માતા-પિતા ઊંઘી ગયા હશે. જેથી તે પાડોશમાં રહેતા પોલીસકર્મીના ઘરે જઈને સૂઈ ગયો હતો. સેક્ટર 31 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે, જ્યારે હેડ કોન્સ્ટેબલ સરોજનો પુત્ર દેવ મંગળવારે રાત્રે લગભગ 10 વાગ્યે ટ્યુશનમાં અભ્યાસ કરી રહ્યો હતો.

ત્યારે તેના પિતા ધર્મેન્દ્રએ ફોન કરીને તેની સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે દીકરા આરામથી અભ્યાસ કરીને આવજે. કોઈ ઉતાવળ નથી. ધર્મેન્દ્ર પોતાની કાર ટેક્સી તરીકે ચલાવતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હેડ કોન્સ્ટેબલ સરોજે સુરક્ષિત નોકરી શોધવા માટે ધર્મેન્દ્ર સાથે ઘણી વખત વાત કરી હતી. આ અંગે પણ તર્ક વિતર્ક થયો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંગળવારે પણ બંને વચ્ચે કંઈક આવું જ બન્યું હશે. મૃતક સરોજના ગળા પર નિશાન જોવા મળ્યા હતા અને તેનું મોઢું ટેપથી બંધ હતું.

સાથી કર્મચારીઓ માની શકતા નથી કે દરરોજ તેમની સાથે કામ કરતી સરોજ તેમને કાયમ માટે છોડી ગઈ છે. હંમેશા ખુશ મિજાજમાં રહેતી સરોજ બધા સાથીઓ સાથે ભળી જતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલા હેડ કોન્સ્ટેબલના પરિવારજનોના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર, મહિલા હેડ કોન્સ્ટેબલ સરોજની તેના પતિએ જ હત્યા કરી અને તે બાદ તેણે પોતે આપઘાત કરી લીધો. હાલ તો પોલિસ આ ઘટનાની ગુથ્થી સુલજાવવામાં લાગેલી છે.

મહેન્દ્રગઢ જિલ્લાના નાનકવાસ ગામના રહેવાસી ધર્મેન્દ્ર સિંહના લગ્ન વર્ષ 2005માં રેવાડીના બલધાન ગામની રહેવાસી સરોજ સાથે થયા હતા. ત્યારે સરોજ પોલીસમાં ન હતી.વર્ષ 2010માં સરોજને હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી કરવામાં આવી હતી. તેમનું પોસ્ટિંગ ફરીદાબાદમાં થયું હતું. વર્ષ 2018માં તેમને હેડ કોન્સ્ટેબલના પદ પર પ્રમોશન મળ્યું હતું. લગભગ બે વર્ષ સુધી તેમનું પોસ્ટિંગ મહિલા પોલીસ સ્ટેશન અન્નિતીમાં હતું. બીજી તરફ ધર્મેન્દ્ર ટેક્સી ડ્રાઈવર હતો. તેની પાસે પોતાની કાર હતી, જેનો તે ટેક્સી તરીકે ઉપયોગ કરતો હતો.

Shah Jina