ગુજરાતની લોકપ્રિય ગાયિકા ફરીદા મીર હાલ જીવે છે આવું જીવન, જુઓ તેમની વૈભવી લાઈફ સ્ટાઇલની એક ઝલક

ગુજરાતની અંદર ઘણા બધા લોકપ્રિય ગાયકો છે, જેમનો ચાહકો ખૂણે ખૂણે છવાયેલા છે અને તેમના ગીતોને પણ ખુબ જ પંસદ કરતા હોય છે, ઘણા ગાયકો એવા છે જેમને આ જગ્યાએ પહોંચવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો છે અને પોતાની મહેનત દ્વારા એક આગવું નામ પણ બનાવ્યું છે.

આજે અમે તમને એવી જ એક ગાયિકા વિશે જણાવવાના છીએ જેમની ઓળખ આપવાની કોઈ જરૂર નથી, જેમનું નામ આજે ગુજરાતના દરેક ઘર ઘરમાં ગુંજે છે અને તેમના ગીતોને પણ લોકો ખુબ જ પસંદ કરે છે, અમે વાત કરી રહ્યા છે કે ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા ફરીદા મીરની. જેનો આજે આખા ગુજરાતમાં બહોળો ચાહક વર્ગ છે.

ફરીદા મીરે નાનપણથી જ ગાયિકી દુનિયામાં હાથ અજમાવ્યો હતો, તેમને માત્ર 13 વર્ષની ઉંમરમાં જ ગાવાનું શરૂ કરી દીધું હતું. ફરીદા મીરે શરૂઆતમાં  ખુબ જ ઓછા પૈસા માટે કામ કર્યું હતું, પરંતુ આજે તે એક કાર્યક્રમ માટે 2 લાખથી પણ વધારે રૂપિયાની ફી લે છે.

ફરીદા મીરનો જન્મ સૌરાષ્ટ્રના પોરબંદરમાં 10 ડિસેમ્બર 1979ના રોજ થયો હતો.  તેઓ તેમના પિતા સાથે બાળપણમાં ભજન તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં પણ જતા હતા અને ત્યાં તેમને ગાવાનો શોખ જન્યો હતો. ફરીદા મીરને ગાયિક પ્રત્યે એવી ધૂન લાગી કે તેમને ધોરણ 10 બાદ પોતાનો અભ્યાસ છોડી અને ગાયિકાના ક્ષેત્રેમાં જ ઝંપલાવવાનું નક્કી કર્યું.

આજે ફરીદા  મીર ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ ઠેર ઠેર ડાયરા કર્યક્રમો કરે છે, આ ઉરપટ તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. બાળપણથી જ શરૂ કરેલી ગાયિકીની સફર આજે તમને સફળતાના ઊંચા શિખર ઉપર લઇ આવી છે.

ફરીદા મીર લગ્નની અંદર સંગીત સંધ્યામાં તો ઘન ડાયરા કાર્યક્રમો ઉપરાંત તેઓ ગરબામાં પણ રમઝટ જમાવટ જોવા મળે છે. ફરીદા મીરના ડાયરા કાર્યક્રમોમાં લોકો રૂપિયાનો પણ વરસાદ કરતા જોવા મળતા હોય છે, તેમના ડાયરા અને અન્ય કાર્યક્રમોમાં ચાહકો પણ તેમનો અવાજ સાંભળીને ઘેલા બની જતા હોય છે.

ફરીદા મીરે 1000 કરતા પણ વધારે ગીતો ગાયા છે તેમને માત્ર સિંગિંગમાં જ યોગદાન નથી આપ્યું પરંતુ અભિનયની દુનિયામાં પણ તેમને પોતાનો હાથ અજમાવ્યો છે, ફરીદા મીરે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરી છે.

હાલના સમયમાં ફરીદા મીર ગુજરાતની ગાયિકાઓમાં એક મોટું નામ ધરાવે છે, તેમની પાસે મોટો ચાહકવર્ગ છે અને અને આજે તે ખુબ જ આલીશાન જીવન પણ જીવે છે, શરૂઆતમાં કઠોર મહેનત કર્યા બાદ આજે તેઓ અમદાવાદમાં એક આલીશાન ઘરની અંદર સ્થાયી થયા છે અને લક્ઝુરિયસ લાઈફ જીવે છે.

Niraj Patel