બૉલીવુડ અભિનેત્રી આયેશા ટાકિયા અને પતિ ફરહાન આઝમી સાથે ગોવા એરપોર્ટ પર થયું ખરાબ, રુવાંડા ઉભા થઇ જશે સાંભળીને

બોલિવૂડ અભિનેત્રી આયેશા ટાકિયા અને તેના પતિ ફરહાન આઝમી જે સમાજવાદી પાર્ટીના રાજનેતા અબુ આઝમીના પુત્ર છે. આ કપલને થોડા દિવસ પહેલા જ ગોવા એરપોર્ટ પર ચોંકાવનારી ઘટનાક્રમમાં રોકવામાં આવ્યા હતા. જયારે કપલ અને તેમનો પુત્ર ગોવાથી પાછા આવી રહ્યા હતા ત્યારે બે વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ તેમની સાથે યૌન અને નસલીય ટિપ્પણી કરી હતી.

આ વાતની જાણકારી ફરહાને જાતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી હતી. પોસ્ટમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એરપોર્ટ પર સિક્યુરિટી ઓફિસરે તેમની સાથે ખરાબ રીતે વાત કરી હતી. જોકે આ મામલે પછી ગોવા એરપોર્ટે ફરહાન આઝમીથી માફી પણ માંગી લીધી હતી.

બંને તેમના પુત્ર સાથે મુંબઈ પાછા જઈ રહ્યા હતા ત્યારે એરપોર્ટ પર અધિકારીઓએ આયેશા અને ફરહાન સાથે ખરાબ રીતે વાત કરી હતી. ફરહાન આઝમીએ એક સાથે ઘણા ટ્વિટ કર્યા હતા જેમાં એરપોર્ટ મેનેજમેન્ટ પર તેમનો ગુસ્સો વ્યકત કર્યો હતો. આ ટ્વિટમાં તેમણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી જે એરપોર્ટના અધિકારીઓની હતી.

આ તસવીરોની સાથે ફરહાને લખ્યું હતું કે ડિયર @CISFHQrs, હું મુંબઈ જવા માટે નીકળી રહ્યો હતો અને મારી ફ્લાઇટ ગોવામાં 6 વાગ્યેને 40 મિનિટ પર હતી. આ દરમ્યાન રેસિસ્ટ આર પી સિંહ, એ કે યાદવ અને સિનિયર ઓફિસર બહાદુરે મને મારા પરિવાર સાથેથી અલગ કરી દીધો. તેમણે મારુ નામ વાંચ્યા પછી આવું કર્યું હતું.

તેણે ટ્વીટમાં લખ્યું, “ઝઘડો ત્યારે શરૂ થઈ જ્યારે સુરક્ષા ડેસ્ક પર એક સશસ્ત્ર પુરૂષ અધિકારી બહાદુરે મારી પત્નીને શારીરિક રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને પુત્રને બીજી લાઈનમાં ઊભા રહેવા કહ્યું જ્યારે પરિવારના અન્ય સભ્યો સુરક્ષા હેઠળ હતા. તેમને માત્ર એટલું જ કહ્યું કે કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરવાની હિંમત ન કરો અને અંતર રાખો.”

ફરહાનનો ગુસ્સો ત્યાં શાંત થયો ન થયો. તેમણે ત્રીજુ ટ્વિટ કરતા કહ્યું હતું કે, ‘એરપોર્ટ પર આ બધું અહીંયા સુધી પૂરું ન થયું. સિનિયર ઓફિસર બહાદુરે મને અલગ કર્યો અને મારુ ચેકીંગ કર્યું. તેણે તે સમયે મારી પર આપત્તીજનક ટિપ્પણી કરી અને મારુ ખીસ્સું પણ ચેક કર્યું. તે સમયે મારા ખીસામાં ફક્ત 500 રૂપિયાની નોટ હતી. ફરહાને તેના આ ટ્વિટમાં મુંબઈ પોલીસ અને ગોવા એરપોર્ટને પણ ટેગ કર્યું હતું.

ફરહાન આઝમીનું આ ટ્વિટ જેવું સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ તેના પર ગોવા એરપોર્ટની તરફથી તરત જવાબ આપવામાં આવ્યો હતો. ગોવા એરપોર્ટે ફરહાન આઝમી અને આયેશા ટાકિયાની માફી માંગી હતી. તેમણે ટ્વિટ કરતા લખ્યું હતું કે,’સફર દરમ્યાન થયેલી અસુવિધા માટે માફ કરજો. આ મામલાની તાપસ જરૂર થશે.

Patel Meet