સેવાનિવૃત થવા ઉપર સ્નિફર ડોગને પોલીસ દ્વારા આપવામાં આવી શાનદાર વિદાય, વીડિયો જોઈને તમે પણ ભાવુક થઇ જશો

કોઈપણ કર્મચારી જયારે સેવાનિવૃત થવા ઉપર વિદાય લેતા હોય છે ત્યારે તેમના માટે ખાસ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે છે. તેમના સાથી કર્મચારીઓ ભેટ સોગાદ આપીને તેમની વિદાયને ખુબ જ ખાસ બનાવતા હોય છે, પરંતુ મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કોઈ કર્મચારી નહિ પરંતુ તેમની સ્કોડમાં સાથે રહેલા એક સ્નિફર ડોગના સેવાનિર્વૃતિ થવા ઉપર શાનદાર વિદાય આપવામાં આવી હતી.

મહારાષ્ટ્ર પોલીસના નાસિક બૉમ્બ ડોટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ના એક ખાસ સદસ્ય સ્નિફર ડોગ સ્પાઇકના સેવાનિવૃત્તિ થવા ઉપર વિભાગ દ્વારા એક શાનદાર વિદાય આપવામાં આવી. એક દશકા સુધી વિભાગની સાથે કામ કરવા વાળા આ સ્પાઇકને ખુબ જ શાનથી વિદાય આપવામાં આવી હતી.

સ્નિફર ડોગની વિદાયનો આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે વિભાગની ગાડીના બોનેટ ઉપર બેસાડીને આ સ્નિફર ડોગને ઓફિસની બહાર લાવવામાં આવે છે. આ દરમિયાન કેક પણ કાપવામાં આવે છે. એક વર્ષની ઉંમરથી જ સેવામાં સમાલે થયા બાદ સ્પાઇકે શાનદાર 10 વર્ષો સુધી પોલીસના ખોજી અભિયાનમાં મદદ કરી હતી.

સ્પાઇકની વિદાયના કાર્યક્રમ દરમિયાન વિભાગના બધા જ લોકો ભાવુક બની ગયા હતા. બીડીડીએસ આ ગાડીનો ઉપયોગ અધિકારીક મામલાઓ માટે કરે છે. ત્યારે આ સ્નિફર ડોગની વિદાય ઉપર મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા પણ ટ્વીટ કરીને તેને વિદાય આપવામાં આવી હતી.

મીડિયા સાથે વાત કરતા બીડીડીએસ પોલીસ ઇન્સ્પેકટર વિજય શિંદે દ્વારા જણાવવામાં આવ્યું કે “આ ખુબ જ ભાવુક પળ હતી. જયારે સ્પાઇક અધિકારીક રૂપથી સેવામાંથી રિટાયર્ડ થઇ ગયો.” તેમને એમ પણ કહયું કે “ભલે કુંભ મેળો હોય કે વીઆઈપી વિઝીટ, અમે વિભાગને આપવામાં આવેલા એના બધા જ યોગદાનોને યાદ રાખીશું.”

Niraj Patel