ખબર

સી-પ્લેન આજે અમદાવાદમાં: જલ્દી જાણી લો અમદાવાદ થી કેવડિયા જવા માટે આટલું છે ભાડું

અમદાવાદથી કેવડિયા સી પ્લેન આગામી 31 ઓક્ટોબરે ચાલુ થશે. દેશનું પ્રથમ સી-પ્લેન સોમવારે બપોરે 3 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. આ પળને રવિવારે માલદીવ્સથી કોચી ઇંધણ ભરવા આવી પહોંચ્યું હતું. આ સી-પ્લેન કોચીથી ગોવા થઇ અમદાવાદ આવી પહોંચશે. અહીં આવ્યા પછી પ્લેનની ટ્રાયલની કામગીરી હાથ ધરવામાં આવશે.

Image source

વડાપ્રધાન મોદી દ્વારા 31 ઓક્ટોબરના રોજ સી-પ્લેનનું ઉદ્ઘાટન કરીને અમદાવાદથી કેવડિયા કોલોની સી પ્લેનમાં જશે. સી-પ્લેનથી અમદાવાદથી કેવડિયાનું 200 કિલોમીટરનું અંતર કાપતા અંદાજે 50 મિનિટ જેટલો સમય લાગશે.

Image source

જણાવી દઈએ કે, અમદાવાદથી મુંબઈ અને અમદાવાદથી દિલ્હીનું ભાડુ સામાન્ય રીતે 2500થી 3000 રૂપિયા જેટલું હોય છે ત્યારે સી-પ્લેન માટે અમદાવાદથી કેવડિયાનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આટલું મોંઘુ ભાડું સામાન્ય માણસને કેમ પરવડે એ પણ એક મોટો સવાલ છે.

Image source

દેશના પ્રથમ સી-પ્લેન માટે રિવરફ્રન્ટ ખાતે વોટર એરોડ્રામ બનાવી દેવામાં આવ્યું છે. એરોડ્રામ માટે બે માળની કાચની ઓફિસ, ટિકિટ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર જાડી જેટી પણ બની ગઈ છે.

Image source

જણાવી દઈએ કે, આ પહેલા પણ વડા પ્રધાન મોદી સી-પ્લેનમાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા જઈ ચુક્યા છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, આ સેવાના શુભારંભ બાદ ગુવાહાટી, અંદમાન-નિકોબાર અને યમુનાથી ઉત્તરાખંડમાં સેવા ચાલુ કરવાની યોજના બનાવવામાં આવી છે.