એક સમયે ફૂલેલા શરીરને કારણે મજાક ઊડી હતી, અત્યારે જુઓ ટ્રાન્સફોર્મેશન
બોલીવુડની ફિલ્મોમાં ચોકલેટી અભિનેતા તરીકે ઓળખ બનાવનાર અભિનેતા ફરદીન ખાન છેલ્લે 2016માં જોવા મળ્યો હતો. તે ભારે ભરખમ વજન સાથે જોવા મળતા જ કોઈને માન્યામાં પણ નહોતું આવ્યું કે આ એક સમયનો સ્ટાર અભિનેતા ફરદીન ખાન છે. તેની વાયરલ થયેલી તસ્વીરોમાં તે ખુબ જ જાડો દેખાઈ રહ્યો હતો, પરંતુ હવે બોલીવુડમાંથી ગાયબ થયા બાદ છેક 10 વર્ષ પછી તે ફરીવાર કમબેક કરવા જઈ રહ્યો છે. સાથે તેને પોતાનું વજન પણ ઘટાવી લીધું છે.

ફરદીન ખાન અત્યારે 46 વર્ષનો થઇ ગયો છે અને હવે તે બોલીવુડમાં કમબેક કરશે. હાલમાં જ તેને કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાની ઓફિસની બહાર જોવામાં આવ્યો હતો. જેના બાદ તેના બોલીવુડમાં પરત ફરવાની ધારણાઓ ઝડપી બની છે.

ત્યારે મુકેશ છાબડાએ પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ફરદીનના કમબેક કરવાની વાતોને હકીકત જણાવી છે. તેમને કહ્યું હતું કે: “અમે તેના માટે નવી સંભાવનાઓ શોધી રહ્યા છીએ, ફરદીન પરત ફરી રહ્યો છે. તે સારો દેખાઈ રહ્યો છે.”
Fardeen Khan : Chocolate boy to rosugulla boi. pic.twitter.com/6XJ4N81NoZ
— SUPERaMAN (@superaman007) May 20, 2016
ફરદીન ખાનને જયારે મુકેશ છાબડાની ઓફિસની બહાર સ્પોટ કરવામાં આવ્યો ત્યારે તેનો લુક ખુબ જ બદલાઈ ગયો હતો. તે પહેલા કરતા ઘણો જ અલગ પણ જોવા મળી રહ્યો હતો. તેને પોતાનું વજન પણ ઘણું જ ઓછું કરી લીધું છે.
View this post on Instagram
2016માં જયારે ફરદીનની તસવીરો સામે આવી હતી ત્યારે તેને ખુબ જ ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે ફરદીને પણ ટ્રોલર્સને જવાબ આપતા એક ટ્વિટની અંદર કહ્યું હતું કે, “ના હું શર્મિંદા છું કે ના ડિપ્રેસ્ડ. મારા જીવનનો બહુ જ સારો સમય પસાર કરી રહ્યો છું.”