ક્યારેક 100 કિલો વજનના લીધે અભિનેતા ફરદીન ખાનને કરવામાં આવતા હતા ટ્રોલ, જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન બાદ ટ્રોલર્સની બોલતી થઇ બંધ જુઓ તસવીરો…

કરીના કપૂર સાથે ગંદા ગંદા સીન આપનાર હીરોએ ઉતાર્યું ગજબનું વજન..નવી તસવીરો જોઈને ઓળખી જ નહિ શકો

ચોકલેટી બોય તરીકે જાણીતા અભિનેતા ફરદીન ખાન ફેટથી ફિટ થઇ ગયા છે. ફરદીન ખાનનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોઈને કોઈને પણ તેમની આંખો પર વિશ્વાસ થઇ નથી રહ્યો. એક સમયે ઓવરવેઇટ રહેતા ફરદીન ખાન થોડા દિવસો પહેલા જ ટી-સિરીઝ ઓફિસની બહાર જોવા મળ્યા હતા.

ઓફિસની બહાર અભિનેતા ફરદીન ખાનનો એક અલગ જ લુક જોવા મળ્યો હતો. ફરદીન પહેલા કરતા વધારે ફિટ દેખાઈ રહ્યા હતા. જોકે એક સમય હતો જ્યારે ફરદીન ખાનનું વજન 100 કિલો સુધી પહોંચી ગયું હતું. પરંતુ હવે ફરદીને પોતાની જાતને સ્લિમ અને ફિટ કરી લીધું છે.

ફરદીન ખાન તાજેતરમાં જ મુંબઈમાં ટી-સિરીઝ ઓફિસની બહાર જોવા મળ્યા હતા. આ દરમ્યાન ફરદીને સફેદ શર્ટ અને વાદળી જીન્સ પહેર્યું હતું. આ સાથે તેમના હાથમાં બ્લેક કલરનું બેન્ડ જોવા મળ્યું હતું. ફરદીને કાળા ગોગલ્સ પણ પહેર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે ફરદીન ખાન ટૂંક સમયમાં બોલીવુડમાં કમબેક કરી શકે છે.  તેવામાં ફરદીને તેની ફિલ્મના ટીમ મેમ્બર સાથે તસવીરો પણ ક્લિક કરાવી હતી. આ ફિલ્મનું નામ ‘વિસ્ફોટ’ છે, જેનું નિર્દેશન સંજય ગુપ્તા કરી રહ્યા છે.

ફિલ્મ ‘વિસ્ફોટ’માં ફરદીન ખાન સાથે રિતેશ દેશમુખ અને પ્રિયા બાપટ પણ કામ કરી રહ્યા છે. આ વેનેઝુએલાની ફિલ્મ રોક પેપર સિઝર્સ (2012)ની હિન્દી રિમેક હશે. 85માં ઓસ્કાર એવોર્ડમાં વિદેશી ભાષા આધારિત ફિલ્મ માટે રોક પેપર સિઝર્સે એવોર્ડ જીત્યો હતો.

થોડા દિવસ પહેલા ફરદીનની એક તસવીર પણ સામે આવી હતી જેમાં તે બ્લેક પેન્ટ અને ગ્રે કલરની ટી-શર્ટમાં જોવા મળ્યા હતા. ત્યારે ફરદીન મુંબઈમાં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાનીની ઓફિસે પહોંચ્યા હતા.

ફરદીનનો લૂક જોઈને એક યુઝરે કહ્યું હતું કે – હવે તે પોતાની યુવાનીના દિવસો કરતાં વધુ હેન્ડસમ દેખાઈ રહ્યો છે. તેમજ અન્ય એક યુઝરે લખ્યું કે- ફરદીને ગજબનું બાઉન્સ બેક કર્યું છે. જણાવી દઈએ કે એક સમયે ચોકલેટ બોય તરીકે ઓળખાતા ફરદીન ખાન 5 વર્ષ પહેલા 2016માં એકદમ ગોળમટોળ બની ગયા હતા.

‘દેવ’, ‘હે બેબી’, ‘ફિદા’, ‘નો એન્ટ્રી’, ‘લાઇફ પાર્ટનર’ અને ‘ઓલ ધ બેસ્ટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ ફરદીને બોલીવુડ છોડી દીધું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ફરદીન લંડનમાં લાઇમલાઇટથી દૂર રહેતા હતા અને ખુબ જ ઓવરવેઇટ થઇ ગયા હતા. તેમનું વજન પણ એક સમયે 100 કિલો સુધી પહોંચી ગયું હતું.

જ્યારે તેના ઓવરવેઇટ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ત્યારે તેની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી. ત્યારે લોકો ફરદીન ખાનને બદલે ફરદીના તરીકે બોલાવવામાં આવતા હતા. ટ્રોલ થવા પર ફરદીને કહ્યું – મને જરાય પસ્તાવો નથી, ના ગુસ્સો છે અને અપસેટ પણ નથી. હું આંધળો નથી. હું ખુશ છું અને મારું જીવન જીવી રહ્યો છું. મને દેખાવો કરવાનું નથી આવડતું. તમારા મનોરંજનનું સાધન બનીને હું પણ ખુશ છું.

જણાવી દઈએ કે 48 વર્ષના ફરદીને 6 મહિનામાં 18 કિલો વજન ઘટાડ્યું છે. તેમના મતે તંદુરસ્ત ખોરાકની સાથે કસરત કરવાથી તે ફરીથી ફિટ થઈ શક્યા છે. 2016માં ફરદીને ફિટનેસને લઈને કરેલી મજાકને લઈને ગંભીર થઇ ગયા હતા.

એક ઈન્ટરવ્યુમાં ફરદીને પોતાના વજન ઘટાડવાની સફર વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે હવે તે પોતાને 30 વર્ષનો લાગવા લાગ્યો છે. ફરદીન ખાને કહ્યું કે તેણે તેની શરૂઆત ડાયેટ પ્લાન અને એક્સરસાઇઝથી કરી હતી. જેની મદદથી તે પોતાનું વજન ઝડપથી ઘટાડી શક્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Patel Meet