રસોઈ

ઉપવાસમાં બનાવો આ લોટનો સ્વાદિષ્ટ ફરાળી મગજ, એકદમ સરળ રેસિપીથી આજે જ બનાવો આ સ્વાદિષ્ટ પકવાન…

થોડા જ સમયમાં જન્માષ્ટમી આવશે અને આજે હું તહેવારને ધ્યાનમાં રાખીને તમારા સૌની માટે લાવી છુ ફરાળી મગજ. હા એ જ મગજ જે સ્વામિનારાયણ મંદિરમાં મગજની લાડુડી તરીકે ફેમસ છે અને સૌ કોઈ એ લાડુના દિવાના છે. પરંતુ એ મગજ ચણાના લોટમાથી બનતો હોવાથી ફરાળમાં ના ખાઈ શકાય એટલે અમે અહી ફરાળી રાજગરાનો લોટ અને ફરાળી શિંગોડાનો લોટ લઈને સ્વાદિષ્ટ અને ટેસ્ટી મગજ બનાવ્યો છે. જેની રેસીપી હું તમારા સૌની સાથે શેર કરી રહી છુ. આ જન્માષ્ટમી ઉપર તમે પણ આ ફરાળી મગજ એકવાર જરૂર બનાવજો.ઘરના સૌ હોશે હોશે ખાશે એવો ટેસ્ટી બને છે. તો ચાલો જોઈએ સામગ્રી અને કેવી રીતે બનાવવો એની રીત.

સામગ્રી:

  • 1 વાટકી રા3 જગરાનો લોટ
  • ½ વાટકી સિંગોડાનો લોટ
  • ½ વાટકી દળેલી ખાંડ
  • ½ વાટકી ચોખ્ખું ઘી
  • 1 ચમચી એલાયચી પાઉડર
  • ડેકોરેશન માટે બદામની કતરણ

રીત:

સ્ટેપ-1:
સૌથી પહેલા એક હેવી બોટમ કડાઈ લઈ એને ગેસ ઉપર ગરમ થવા મૂકી દો. જેવી ગરમ થાય કે તરત જ તમે એમાં ઘી એડ કરી ઘી ગરમ કરો.

સ્ટેપ-2:
હવે ઘી ગરમ થાય એટલે એમાં રાજગરાનો લોટ એડ કરો , આ સમયે ગેસની આંચ એકદમ મીડિયમ રાખવી.

સ્ટેપ-3:
ત્યારબાદ તરત જ એમાં સિંગોડાનો લોટ ઉમેરી હલાવવું .. આ સમયે પણ ગેસની આંચ એકદમ મીડિયમ જ રાખવી.

સ્ટેપ-4:
હવે હલાવી લો અને ધ્યાન રાખો કે તળિયે લોટ ચોટે કે બળી ના જાય. જ્યાં સુધી લોયત શેકાઈ ના જાય ત્યાં સુધી સતત હલાવતા હ રહો…અને ગેસની આંચ બની શકે તો મીડિયમ જ રાખવી, જો મીડિયમ આંચે શેકશો લોટ તો મગજ બધારે ટેસ્ટી બનશે…આ સમગ્ર શેકવાની પ્રોસેસ 4 થી 5 મિનિટ ચાલશે.

સ્ટેપ-5:
હવે તમે જોઈ શકો કે બંને લોટ એકદમ શેકાઈ ગયા છે, કલર પણ બદલાઈ રહ્યો છે અને ઘી લોટમાથી છૂટું પડી સરસ સુગંધ આવી રહી છે. હવે એલાયચી પાઉડર એડ કરી ગેસ બંધ કરો

સ્ટેપ-6:
હવે શેકાઈ ગયેલ લોટમાં ખાંડ પાઉડર એડ કરો.

સ્ટેપ-7:
અને સતત હલાવતા રહો . એલાયચી , ખાંડ અને શેકેલ લોટ સરસ મિક્સ થઈ જશે અને લોટનો કલર જ બદલાઈ જશે..

સ્ટેપ-8:
તૈયાર છે મગજ હવે એક પ્લેટમાં બનેલ મગજ કાઢી થોડું ઠંડુ થવા દેવાનું છે.

સ્ટેપ-9:
જેવુ ઠંડુ થાય કે તરત જ સરસ મજાની મગજની લાડુડી બનાવી નાખો.

તો તૈયાર છે રાજગરાના લોટનો ફરાળી મગજ, એવો ટેસ્ટી બનશે કે ખાતા જશે અને જય સ્વામિનારાયણ બોલતા જશે.

જુઓ ફરાળી મગજ બનાવવા માટેની રેસિપીનો વિગતવાર વિડીયો…

આશા છે કે આપ સૌને મારી આ રેસીપી પસંદ આવી શે. જો ગમે તો શેર કરો લાઈક કરો અને મારી યુ ટ્યુબ ચેનલ “ફૂડ શિવા “ ને સબસ્ક્રાઈબ જરૂર કરજો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.