વ્રત ઉપવાસમાં હવે ઘરે બનાવો સોફ્ટ અને સ્પોંઝી ફરાળી ઢોકળા….

0

ગુજરાતીઓ હોય એટલે સમજી લો કે એ ખાવાના શોખીન તો હશે જે. અને ઉપવાસમાં પણ ગુજરાતીઓનાં ઘરે વિવિધ વસ્તુ બનતી જ હશે. તો ચાલો આજે જેમને ઢોકળાં ખૂબ પ્રિય છે એમનાં માટે ફરાળી ઢોકળાં જ બનાવીએ. આજે અમે ઉપવાસમાં કેવી રીતે ફરાળી ઢોકળા બનાવી શકાય તેની રીત જણાવવા જઈ રહ્યાં છીએ.

સામગ્રી:

    • મોરિયો ૧ કપ
    • સાબુદાણા ૨ મોટી ચમચી
    • છાશ ૧/૪ કપ
    • પાણી ૧/૪ કપ
    • લીલા મરચા પેસ્ટ ૧ ચમચી
    • સિંધા મીઠું ૧ ચમચી
    • બેકિંગ સોડા ૧/૨ ચમચી
    • પાણી ૨ ચમચી
    • તેલ ૨ ચમચી
    • લીલા મરચા ૩ નંગ
    • ઝીરું 1 ચમચી
    • ધાણા ૨ ચમચી

રીત:
સૌપ્રથમ મોરીઓ અને સાબુદાણા ને મિક્સર માં પીસીસ લો અને પાવડર બનાવી લો પછી એને એક બોઉલ માં કાઢી લો પછી એમાં છાશ અને જરૂર મુજબ પાણી એડ કરી ને મિક્સ કરી લો
અને પછી બરોબર મિક્સ થઇ જાય એટલે એને ૧ કલાક જેવો રેં સ્ટ આપી દો પછી એમાં સંધો મીઠું લીલા મરચા બેકિંગ સોડા પાણી એડ કરી મિક્સ કરી લો અને ખીરું તૈયાર કરી લો
પછી એને એક પ્લેટ માં કાડી લો
અને એટલે એની ઉપર લાલ મરચું અને મરી પાવડર ભભરાવી દો અને પછી એને સ્ટીમર માં સ્ટીમ કરવા મૂકી દો
અને જેમ નોર્મલ ઢોકળા બનાવીયે છે એમજ બનાવી લેવાના
બરોબર સ્ટીમ થઇ જાય એટ્લે ઠંડા કરી પ્લેટમાં જ કાપા કરો.
વઘાર કરી લો તેલ ઝીરું લીલા મરચા એડ કરી વઘાર કરી લો
અને પછી સર્વ કરો તો તૈયાર છે આપડા ફરાળી ઢોકળા આ રેસીપી શિવરાત્રી માં જરૂર થી બનાવજો અને રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો

રેસીપીનો સંપૂર્ણ વિડીયો :

  • આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો Gujarati Kitchen

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here