શાહરુખથી લઈને સલમાન કેવું કેવું માંસ ખાવાના શોખીન છે જાણો છો?
ફરાહ ખાને ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાન અને સલમાન ખાન શું ખાવાનું પસંદ કરે છે. ડિસ્કવરી ચેનલ શો Star vs Food Season 2માં ફરાહ ખાને સલમાન અને શાહરૂખની ખાવાની આદતો વિશે વાત કરી હતી. આ શોમાં ફરાહ ખાન સાથે અનિલ કપૂર, મહિપ કપૂર અને અરબાઝ ખાન જોવા મળ્યા હતા.
શાહરુખ ખાન અને સલમાન ખાન ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સ્ટાર છે. ચાહકો માત્ર તેમની ફિલ્મોને જ પસંદ નથી કરતા પરંતુ તેમના અંગત જીવન વિશે જાણવા માટે પણ તૈયાર હોય છે. બંને સુપરસ્ટાર આલીશાન ઘરોમાં આરામદાયક જીવન જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચાહકો હંમેશા જાણવા માંગે છે કે બંનેનું રોજિંદા જીવન કેવું હોય છે.
Star vs Food Season 2ના લેટેસ્ટ એપિસોડમાં અનિલ કપૂર રસોઈ બનાવતા જોવા મળ્યા હતા. અનિલે તેની રસોઈથી ફરાહ, મહિપ અને અરબાઝને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમ્યાન તેણે ફરાહ ખાનને શાહરૂખ અને સલમાન વિશે પૂછ્યું હતું કે તેમને શું ખાવાનું પસંદ છે. ત્યારે ફરાહે કહ્યું હતું કે, ‘સલમાન એકમાત્ર એવો સ્ટાર છે જેને હું જાણું છું, તે બધું જ ખાય છે. મેં શાહરુખ સાથે સૌથી લાંબા સમય સુધી કામ કર્યું છે અને તેને માત્ર તંદુરી ચિકન જ પસંદ છે.
શાહરૂખ વિશે ફરાહે આગળ કહ્યું, ‘તે નથી ભાત ખાતો કે રોટલી, બ્રેડ તો શાહરૂખને ખાતા જોઈ જ નથી. પરંતુ મેં સલમાનને ભાત, બિરયાની, છોલે બધું ખાતા જોઈ છે. આ શો દરમ્યાન અનિલ કપૂરે પોતાના નિયમિત આહાર વિશે પણ જણાવ્યું હતું.
તેણે કહ્યું કે તે પોતાના દિવસની શરૂઆત ઇંડા અને ટોસ્ટથી કરે છે. જો તે કામ કરતો હોય, તો તે બપોરનું ભોજન કરતો નથી પરંતુ જ્યારે તે ઘરે હોય ત્યારે તે ભોજન લે છે. લંચમાં અનિલ ભાત, ચિકન, અને માછલી ખાવાનું પસંદ કરે છે.