મિત્રો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તો એમાં બનાંવો અવનવી ફરાળી વાનગી. આજે હું શેર કરવા જઇ રહી છુ ફરાળી ઢોકળાં ની રેસિપિ. જે ફટાફટ બની જશે.
સામગ્રી
- સાબુદાણા – ૨૫૦ ગ્રામ
- સામો( મોરૈયો ) – ૨૫૦ ગ્રામ
- આદુ ની પેસ્ટ- જરૂર મુજબ
- લીલા મરચાં – જરૂર મુજબ
- ફરાળી મીઠું – સ્વાદાનુસાર
સૌ પ્રથમ સાબુદાણા ને ૨ કલાક પલાળી રાખો. ત્યારબાદ તેમાં થી પાણી નિતારી તેમાં સામો ઉમેરો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ તેમાં ઝીણાં સમારેલા મરચા ઉમેરો. ત્યારબાદ તેમાં મીઠું ઉમેરો. અને જો તમે લાલ મરચુ પણ નાંખી શકો છો. હવે તેમાં થોડું પાણી ઉમેરી ખીરું બનાંવો. અને ઢોકળા મૂકી દો. થોડી વજ વારમાં તૈયાર થઈ જશે ફરાળી ઢોકળા. તો આજે જ બનાંવી ખાવ અને ખવડાવો ફરાળી ઢોકળાં.
લેખક – બંસરી શિરીષભાઇ પંડ્યા
Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ