રસોઈ

ઉપવાસના દિવસે બનાવો આ નવીન રેસેપી – ફરાળી ભેળ ઉપવાસ નહિ હોય એ પણ ખાવા માટે લલચાઈ જશે.

ફરાળી ભેળ

મિત્રો શ્રાવણ મહિના માં ઘણાં લોકો ઉપવાસ કરતા હશે. અત્યારે તો જુવાનીયા પણ શ્રાવણ માસ કરે છે. તો એમને નવી વાનગી ખાવાનુ મન થાય એ સ્વાભાવિક છે. તો આજે હું તમને જણાંવા જઇ રહી છુ ફરાળી ભેળ ની રેસિપી.

સામગ્રી

  • સાબુદાણાં – ૨૫૦ ગ્રામ
  • ફરાળી ચેવડો – ૨૫૦ ગ્રામ
  • જીરૂ – જરૂર મુજબ
  • તેલ – જરૂર મુજબ
  • મીઠો લીમડો – વઘાર માટે
  • આદુ મરચા ની પેસ્ટ – જરૂર મુજબ
  • ફરાળી મીઠું – સ્વાદાનુસાર
  • લાલ મરચુ – સ્વાદાનુસાર
  • ફરાળી સેવ – ૨૫૦ ગ્રામ

સૌ પ્રથમ સાબુદાણા ને રાતનાં પલાળી રાખો. ત્યારબાદ તેને બાફી લો.
હવે એક કડાઇ માં થોડુ તેલ ઉમેરો. તેમાં જીરું અને મીઠો લીમડો ઉમેરી સાબુદાણાં વઘારો. તેમાં મીઠું, આદુ મરચા ની પેસ્ટ અને લાલ મરચુ ઉમેરી સાંતળો.

હવે તેને ઠંડુ થવા દો. ત્યારબાદ તેને એક બાઉલ માં લઇ તેમાં ફરાળી ચેવડો ઉમેરો. તેમાં ફરાળી સેવ ઉમેરો. ફરાળી સેવ આમતો બજાર માં મળતી જ હોય છે.અને ઘરે પણ લોકો બનાંવતા જ હોય છે.

જો તમને ફળ નાંખીને ભાવે તો એ પણ ઉમેરી શકો.

બધુ મિક્સ કરી તેમાં લીંબુ નો રસ ઉમેરી હલાવી લો. તો તૈયાર છે ફરાળી ભેળ. તમે જરૂર થી બનાંવો.
Author: બંસરી શિરીષભાઇ પંડ્યા GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.