રસોઈ

આલુ પરોઠા ખાવા છે, પણ ઉપવાસ છે? અમે આજે લાવ્યા છે તમારી માટે ફરાળી આલુ પરોઠા…રેસિપી વાંચો

મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આલુ પરોઠા બધાંની વધુ પડતી ફેવરેટ આઇટમ છે. પણ જ્યારે ઉપવાસ કર્યો હોય ત્યારે વધુ વાનગી ખાવાનું મન થાય. આજે હું તમને કહીશ ફરાળી આલુ પરોઠા ની રેસીપી. ચલો જાણી એ કેવી રીતે બનશે ફરાળી આલુ પરોઠા.

સામગ્રી

  • બટાકા – ૨૫૦ ગ્રામ
  • રાજગરા નો લોટ – ૨૫૦ ગ્રામ
  • આદુ મરચાં ની પેસ્ટ – જરૂર મુજબ
  • મીઠું ( ફરાળી સિંધા મીઠું ) – સ્વાદાનુસાર
  • લીલા મરચા – જરૂર મુજબ
  • તેલ – જરૂર મુજબ

સૌ પ્રથમ બટાકા ને બાફી લો. અને પછી છાલ ઉતારી તેને મેશ કરી લો. હવે એક કડાઇ માં તેલ ઉમેરો. તેમાં જીરુ ઉમેરો. હવે તેમાં ક્રશ કરેલા બટાકા ઉમેરો. ફરાળી મીઠું ઉમેરો અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરો. ત્યારબાદ બાદ તેને થવા દો. થોડી વાર માં પૂરણ તૈયાર થઈ જશે. હવે તે ઠંડુ થાય ત્યાં સુધી એક વાસણ માં રાજગરા નો લોટ લો. તેને મીડીયમ બાંધી લો. હવે પાટલી પર એક પ્લાસ્ટિક રાખો. તેનાં પર રાજગરાનાં લોટ નુ નાનુ પરોઠૂ વણી એમાં બટાકા નું પૂરણ ભરો. અને પરાઠા વણી લો. ત્યારબાદ તેને શેકી લો. હવે એને દહીં સાથે સર્વ કરી શકો. તો તૈયાર છે ફરાળી આલૂ પરોઠા. જરૂર થી બનાંવો અને તમારા પરીવારજનો ને ખવડાવો.

લેખક – બંસરી શિરીષભાઇ પંડ્યા

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ