મનોરંજન

રાની મુખર્જીના આ કો-સ્ટારનું થયું નિધન, છેલ્લા સમયમાં સારવાર કરાવવા માટેના પણ પૈસા નહોતા….

આ વર્ષ 2020માં બોલીવુડમાંથી એક પછી એક દુઃખ સમાચાર આવતા રહે છે. એક પછી એક બૉલીવુડ દિગ્ગજ અભિનેતાઓ આ દુનિયાને વિદાય કહીને જઈ રહ્યા છે. જેનું ચાહકોમાં ઊંડું દુઃખ છે. હવે આ બધા વચ્ચે જ એક ખરાબ સમાચાર આવ્યા છે. અભિનેત્રી રાની મુખર્જી સાથે ફિલ્મ “મહેંદી”માં કામ કરી ચૂકેલા તેના સાથી અભિનેતા ફરાજ ખાનનું નિધન થયું છે. ફરાજ છેલ્લા ઘણા સમયથી ગંભીર રૂપે બીમાર હતો.

Image Source

ફરાજ ખાનની ઉંમર 46 વર્ષની હતી. ફરાજ ખાન નિધનની તેના પરિવાર, ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. અભિનેતાનું નિધન ઇન્ડસ્ટ્રી માટે પણ એક મોટો ઝટકો છે. ફરાજના નિધન ઉપર અભિનેત્રી પૂજા ભટ્ટ ખુબ જ દુઃખી છે.

Image Source

પૂજાએ ટ્વીટ કરીને અભિનેતાના નિધનની જાણકારી ચાહકો સાથે શેર કરી છે અને પોતાનું દુઃખ પણ અભિવ્યક્ત કર્યું છે. તેને લખ્યું છે કે: “હું ખુબ જ ભારે મનથી આ સમાચારને શેર કરી રહી છું કે ફરાજ ખાન આપણા બધાને છોડને જઈ ચુક્યા છે. આ વાત ઉપર વિશ્વાસ કરવો ખુબ જ મુશ્કેલ છે. તમારા બધાની તેમના માટેની મદદ અને પ્રાર્થનાઓ માટે આભાર. જ્યારે તેમને આની સૌથી વધારે જરૂર હતી. મહેરબાની કરીને પોતાના પરિવારને પોતાના વિચારો અને પ્રાર્થનાઓમાં રાખો. તે એક એવું શૂન્ય છોડી ગયા છે જેને ભરી શકવું મુશ્કેલ હશે.”

ફરાજ ખાનની હાલત ખુબ જ ગંભીર હોવાના કારણે તેને બેંગલુરુની એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો. જ્યાં તેને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરના કારણે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યો હતો.

છેલ્લા સમયમાં ફરાજ ખાન પાસે સારવાર માટેના પણ પૈસા નહોતા. એ સમયે પૂજા ભટ્ટે ટ્વીટર દ્વારા  લોકોને મદદ કરવા માટે પણ અપીલ કરી હતી. પૂજાએ નાણાં ભેગા કરીને ફરાજને મદદ કરવા માટે લોકોને આગ્રહ કર્યો હતો.