રાની મુખર્જી સાથે ‘મહેંદી’ જેવી ફિલ્મોમાં નજરે આવી ચુકેલો બૉલીવુડ એક્ટર ફરાઝ ખાન આજે જિંદગી-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ફરાઝને બેંગ્લોરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જિંદગીની જંગ લડી રહેલા ફરાઝ ખાન પાસે ઇલાજના પૈસા પણ નથી.

ફરાઝ ખાને મહેંદી, દુલ્હન બનું મૈં તેરી અને ફરેબ સહીત બોલીવુડની ઘણી ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. આ સિવાય કહેવામાં આવે છે કે સલમાન ખાનને સુપર સ્ટાર બનાવવામાં પણ તેનો જ હાથ હતો. ફરાઝ ખાનના પિતા પણ એક્ટર હતા. ફરાઝ પણ પિતાના પગલે એક્ટિંગમાં જ કરિયર બનાવવાનો ફેંસલો કર્યો હતો.

તે સમયે સૂરજ બડજાત્યાએ ‘મૈને પ્યાર કિયા’બનાવી રહ્યા હતા. આ ફિલ્મ માટે નવા યુવકોનું ઓડિશન ચાલતું હતું તેમાં ફરાઝ ખાન હતા. ફરાઝને આ ફિલ્મ માટે સાઈન પણ કરી લેવામાં આવ્યા હતા પરંતુ તે સમયે ફિરોઝ ખાન બીમાર પડી જતા આ ફિલ્મ સલમાન ખાને કરી હતી. આ ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર રહી હતી,

ફરાઝની ફિલ્મ ‘ફરેબ’ ગીત ‘તેરી આંખે ઝૂકી-ઝૂકી’ ઘણું હિટ રહ્યું હતું. રાની મુખર્જીની ફિલ્મ ‘મહેંદી’ ફરાઝ ખાનની છેલ્લી ફિલ્મ હતી. આજે ફરાઝ ખાન તેની બીમારીને લઈને ચર્ચામાં આવ્યા છે. તેની પાસે ઇલાજના પૈસા નથી.
ત્યારે બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન મદદ માટે આગળ આવ્યા છે. સલમાને ફરાઝ ખાનનું હોસ્પિટલનું બિલ ભરી દીધુ છે. સલમાનની આ મદદની જાણકારી એક્ટ્રેસ કાશ્મીરા શાહે આપી છે. જણાવી દઈએ કે, 14 ઓક્ટોબરે પૂજા ભટ્ટે ફરાઝની મેડિકલ હાલત બધાને જણાવી હતી. આ સાથે જ પૂજા એ લોકોને મદદ કરવાની અપીલ કરી હતી. ફરાઝ છેલ્લા 5 દિવસથી બેંગ્લોરની હોસ્પિટલમાં આઈસીયુમાં છે. તેને ન્યુરોલોજીકલ ડિસઓર્ડરને કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. ફરાઝ ખાનના ઈલાજ માટે 25 લાખ રૂપિયાની જરૂરત હતી.
Please share and contribute if possible. I am. Would be grateful if any of you can as well. 🙏https://t.co/UZSbvA2sZb
— Pooja Bhatt (@PoojaB1972) October 14, 2020