ખબર ખેલ જગત

રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાના જબરદસ્ત બેટિંગ બાદ ટ્રોલ થયો સંજય માંજરેકર, જાણો કારણ

ઓસ્ટ્રિલિયા સામેની ત્રીજી વન ડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રલિયાને હાર આપી છે. જો કે ભારત આ સિરીઝ તો હારી ગયું પરંતુ આજની મેચમાં રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાના બેટિંગે દર્શકોનું દિલ જીતી લીધું હતું. આજની જીતમાં તે બંનેનું ખુબ જ મોટું યોગદાન રહ્યું, ત્યારે હવે આ બાબતે ચાહકો સંજય માંજરેકરને ટ્રોલ કરવામાં લાગી ગયા છે.

Image Source

આજની મેચની અંદર હાર્દિક પંડ્યાએ 76 બોલની અંદર 92 રન કર્યા ત્યારે રવિન્દ્ર જાડેજાએ 50 બોલની અંદર 66 રન બનાવી અને ભારતીય ટીમનો એક મજબૂત સ્કોર ઉભો કર્યો. આ બનેં આજની મેચમાં નોટઆઉટ પણ રહ્યા.

Image Source

ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન ડેમાં હાર બાદ સંજય માંજરેકરે ભારતીય પ્લેઈંગ ઇલેવનને લઈને સવાલ ઉઠાવ્યા હતા. માંજરેકરે રવિન્દ્ર જાડેજા વિશે કહ્યું હતું કે તેને રવિન્દ્ર જાડેજા સાથે કોઈ પરેશાની નથી પરંતુ તે બેટ અથવા બોલથી મેચ નહીં જીતાવી શકે.

માંજરેકર દ્વારા કહેવામાં આવેલી આ વાતનો જવાબ રવિન્દ્ર જાડેજાએ પોતાના બેટ દ્વારા આજે આપી દીધો હતો. જેના કારણે આજે ચાહકો પણ માંજરેકરને ટ્રોલ કરવામાં કોઈ કચાસ નથી છોડી રહ્યા. આ પહેલા પણ રવિન્દ્ર જાડેજા અને સંજય માંજરેકર વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલતું આવ્યું છે.