આંખોમાં ઉદાસી, વગર મેકઅપ અને આ હાલતમાં દેખાઈ મલાઈકા અરોરા, 1 વસ્તુ ઉપર અટકેલું હતું ધ્યાન

યોગા શોટ્સમાં મલાઈકા અરોરાને જોઈને ચાહકોની થઇ બત્તી ગુલ

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા સોશ્યિલ મીડિયા પર તેની તસવીર અને વીડિયોને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકાની તસવીર અને વીડિયોમાં અંદાજ વખાણ કરવાને લાયક હોય છે. ફિલ્મોથી દૂર હોવા છતાં પણ મલાઈકા અરોરાએ બોલિવૂડમાં તેની જબરદસ્ત ઓળખ બનાવી છે.

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે. અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. 47 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે.

આજે ફરી એકવાર પેપરજીઓએ મલાઈકા અરોરાને પોતાના કેમેરામાં કેદ કરી હતી. મલાઈકા અરોરા જીમની બહાર નિયોન ગ્રીન કલરના જીમ આઉટફિટમાં જોવા મળી હતી. મલાઈકાએ તેના આઉટફિટ સાથે પગમાં પિંક કલરના સ્લીપર્સ પહેર્યા હતા. જોકે આ સમય દરમ્યાન તેમનો મૂડ સારો ન હતો.

તેની આંખોમાં ઉદાસી હતી અને મલાઈકાએ મેકઅપ પણ કર્યો હતો નહિ. જીમની બહાર તે એક હાથમાં મોબાઈલ અને બીજા હાથમાં પાણીની બોટલ લઈને જોવા મળી હતી. મલાઈકા અરોરાનો આ લુક સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે મલાઈકા અરોરા પોતાની ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે. મલાઈકા અરોરા દરરોજ જીમ અને યોગ કરે છે. જિમમાંથી બહાર આવતા જ ફોટોગ્રાફરો મલાઈકા અરોરાને પોતાના કેમેરામાં કેદ કરવા માટે ઉત્સુખ હતા. જોકે મલાઈકાએ પેપરાજી ઉપર વધારે ધ્યાન આપ્યું ન હતું. તે પોતાના મોબાઈલમાં કોઈને નંબર ડાયલ કરવામાં વ્યસ્ત જોવા મળી હતી.

મલાઈકા અરોરા જ્યારે ગાડીમાં બેસી ત્યારે તેણે કેમેરાપર્સનને જોઈને હાથ હલાવ્યા હતા. મલાઈકા આ દિવસોમાં કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહી નથી. તે થોડા દિવસ પહેલા ‘બિગબોસ’ OTTના લોન્ચિંગ ઇવેન્ટમાં જોવા મળી હતી.

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઈકા અને અર્જુન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. બંને તેમના સંબંધો વિશે ખૂબ જ બિન્દાસ છે. અર્જુન અને મલાઈકાના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. મલાઈકાનો દીકરો અરહાન પણ અર્જુન અને તેમના સંબંધોથી ખુશ છે.

Patel Meet