મનોરંજન

શાહરૂખ ખાન અને આર્યન ખાનના સપોર્ટમાં ‘મન્નત’ પહોંચ્યા ચાહકો, બોલ્યા- અમે તમારી સાથે ઊભા છીએ

બોલિવુડ અભિનેતા શાહરૂખ ખાન આ સમયે મુશ્કેલીમાં છે. ડગ કેસમાં દીકરા આર્યન ખાનની ધરપકડ બાદ તો તેમના પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. એવામાં મુશ્કેલ સમયમાં જયાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તિઓ શાહરૂખ ખાનના સપોર્ટમાં ઊભી છે. ત્યાં જ તેમના લાખો ચાહકો પણ તેમના સપોર્ટમાં ઉતર્યા છે. શાહરૂખ ખાનના ચાહકો રાત્રે તેમના બંગલા “મન્નત” બહાર તેમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર આવી જ તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં જાઇ શકયા છે કે, ચાહકો શાહરૂખ ખાનના બંગલા મન્નત બહાર જમા છે અને સતત સપોર્ટ કરી રહ્યા છે.

આ વચ્ચે એક ચાહક હોર્ડિંગ સાથે પણ નજર આવે છે. આ હોર્ડિંગ પર લખ્યુ હોય છે- આ દુનિયાના બધા ખૂણામાં વસેલા તમારા ચાહકો તમને કોઇ પણ શરત વગર પ્રેમ કરે છે. આ મુશ્કેલ સમયમાં અમે તમારી સાથે છીએ કિંગ, ધ્યાન રાખજો.એક બાજુ જયાં મન્નત બહાર  ચાહકો જમા થઇ શાહરૂખ ખાનને સપોર્ટ કરી રહ્યા છે. ત્યાં ટ્વીટર પર ચાહકો આર્યન ખાનના સમર્થનમાં ટ્વીટ કરી રહ્યા છે.

ટ્વીટર પર #WeStandWithAryanKhan અને #WeStandWithSRK ટ્રેન્ડ થઇ રહ્યુ છે. આ ઉપરાંત કેટલાક ચાહકો #SRKPRIDEOFINDIA પણ લખી રહ્યા છે. એક ચાહકે લખ્યુ- અમે બધા શાહરૂખ સર અને તેમના ખૂબસુરત પરિવાર સાથે ઊભા છીએ. તેમના બાળકો અને પત્ની અમેઝિંગ છે.

એક યુઝરે લખ્યુ કે, હું તમારી સાથે ઊભો છુ શાહરૂખ ખાન અને હંમેશા  રહીશ, શાહરૂખ સર અમે તમને ઘણો પ્રેમ કરીએ છીએ. આ પહેલા સલમાન ખાન અને તેમની બહેન અલવીરાથી લઇને સીમા ખાન અને મહીપ કપૂર સહિત અનેક સેલેબ્સ શાહરૂખ ખાનના ઘર ‘મન્નત’ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ ઘણા સેલેબ્સ શાહરૂખ અને આર્યન ખાનને સપોર્ટ કરતા તેમજ પરિવારને આવા સમયે પ્રાઇવસી આપવાનું કહેતા જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આર્યન ખાનની શનિવારના રોજ 2 ઓક્ટોબરે મુંબઇમાં ક્રૂઝ શિપ પર છાપેમારી બાદ રવિવારના રોજ ધરપકડ કરી લેવામાં આવી હતી. NCB આર્યન ખાન ઉપરાંત અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધામેચા સહિત અત્યાર સુધી ઘણા લોકોની ધરપકડ કરી ચૂકી છે. આર્યન ખાન, અરબાઝ અને મુનમુનને 7 ઓક્ટોબર સુધી એટલે કે આજ સુધી NCB કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તેઓની કસ્ટડી આજે પૂર્ણ થઇ રહી છે, ત્યારે આજે NCB તેમને ફરી કોર્ટમાં હાજર કરશે.