ખબર

2 પત્નીઓથી 4 બાળકોના પિતા બનેલો આ વિલન, બોલિવુડની આ હિરોઇન પર ફિદા થઇને આવ્યા હતા ઇન્ડિયા

તે વિદેશી એક્ટર, જેનો જન્મ કદાચ હિન્દી ફિલ્મોના હિરોનો માર ખાવા માટે જ થયો હતો..વાંચો સ્પેશિયલ સ્ટોરી:

ફિલ્મ મિસ્ટર ઇન્ડિયાનો તે અંગ્રેજ એક્ટર આજે પણ લોકો યાદ કરે છે. જે તૂટેલી ફૂટેલી હિન્દીમાં `સોરી બજરંગબાલી…મેરા બજરંગબાલી’ કહે છે. 1938માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં જન્મેલા બોબ ક્રિસ્ટો ફિલ્મોમાં હંમેશા હિરો સામે લડવા તૈયાર રહેનારો બોબને દર્શકોએ જ્યારે પણ પરદા પર જોયો ત્યારે હંમેશા ખોટા કામ કરતા જ જોવા મળ્યો હતો.

બોબ ક્યારેક સોનાની હેરા ફેરી, ક્યારેક અભિનેત્રીઓ સાથે dushkrm તો ક્યારેક કોઇ ફિલ્મમાં દેશભક્તિવાળી ફિલ્મમાં અંગ્રેજ બનીને લોકો પર જુલ્મ કરતો જોવા મળ્યો હતો. જો કે રિયલ લાઇફમાં ક્રિસ્ટો પોતાના સ્વભાવના વિપરિત એટલે કે સાવ અલગ છે.1938માં ઓસ્ટ્રેલિયા ખાતે સિડની શહેરમાં જન્મેલા રોબર્ટ જોન ક્રિસ્ટોના પિતા 1943માં જર્મનીમાં લઇ ગયા હતા, જેથી બોબ ત્યાં પોતાના દાદી અને ફોઇ સાથે રહી શકે. જો કે તે દરમિયાન જર્મનીમાં વર્લ્ડ વોર ચાલી રહ્યું હતું. તેવામાં બોબે ભણતરની સાથે થિયેટર પણ શરુ કર્યું.

પોતાની પહેલી વાઇફ હેલ્ગાથી પોતાની મુલાકાત થિયેટર દરમિયાન થઇ છે. ત્યાર બાદ તેણે હેન્ગા સાથે લગ્ન કર્યા હતા. હેન્ગાના ત્રણ વચ્ચે1 છોકરો ડોરિયસ અને 2 દીકરીઓ મોનિકા અમે નિકોલ હતી. જો કે પછી એક કારદર્ઘટના માં હેન્ગા દુનિયા છોડી હતી.બોબની પહેલી પત્ની હેન્ગાની mrutyu બાદ તેણે બીજા લગ્ન નરગિસ સાથે કર્યા હતા. નરગિસે એક દીકરાને જન્મ આપ્યો, તેનું નામ સુનીલ રાખ્યું હતું. 20 માર્ચ 2011માં 72 વર્ષની ઉંમરમાં બેંગલોરમાં બોબ ક્રિસ્ટોએ દુનિયા છોડી દીધી હતી

એકવાર સંજય ખાને બોબને પૈસા લેવા માટે એકલા સ્વિટ્ઝલેન્ડ મોકલી દીધો હતો. આ વાત જ્યારે વિધુ વિનોદ ચોપરાને ખબર પડી ત્યારે તેણે કહ્યું કે,`પોતાના એક વિદેશી મિત્રને આટલી મોટી રકમ લેવા માટે વિદેશ મોકલી દીધો. જો તે પૈસા લઇને ત્યાંથી ભાગી ગયો તો શું કરીશ?

ત્યાર બાદ બોબ જ્યારે પૈસા લઇને વિદેશથી પાછો આવ્યો ત્યારે સંજય ખાને તેને વિધુ વાળી વાત કરી અને કહ્યું,તુ જાણીને થોડો મોડો આવજે કારણ કે વિધુએ મારી જોડે શરત લગાવી છે કે બોબ પાછો નહીં આવે.’ ત્યાર બાદ બોબ ક્રિસ્ટો જ્યારે થોડી વાર સુધી આવ્યા જ નહીં ત્યારે વિધુને લાગ્યું કે તે શરત જીતી ગયા, પરંતુ થોડીવારમાં જ બોબ ક્રિસ્ટો તેની સામે આવીને ઉભા રહ્યા હતા.

એકવાર બોબે અભિનેત્રી પરવીન બાબીનો ફોટો મેગેઝીનના કવર પર જોયો હતો. પરવીનને જોઇને જ તેની પર ફિદા થઇ ગયા હતા. ત્યાર બાદ પરવીનથી મળવાની ઇચ્છા લઇને જ તે ઇન્ડિયા આવી ગયા હતા. બોબ જ્યારે મુબંઇ આવ્યા ત્યારે ચર્ચગેટ ખાતે તેની મુલાકાત ફિલ્મના યુનિટ સાથે થઇ હતી.

કેમેરા મેન સાથે વાત કરતાં જાણવા મળ્યું કે બીજા દિવસે જ ફિલ્મ ધ બર્નિંગ ટ્રેનના સેટ પર પરવીન બાબી સાથે મળવાના છે.ત્યાર બાદ બોબે કેમેના મેનનું સરનામુ લઇને બીજા દિવસે પરવીનને મળવા પહોંચી ગયા. તે પોતાના મિત્ર કેમેરા મેન સાથે વાત જ કરતાં હતા ત્યારે એક છોકરીનો અવાજ સંભળાયો તેણે ફરીને જોયુ તે પરવીન બાબી હતી. બોબ એક્સાઇટેડ થઇને પરવીનની નજીક પહોંચી ગયા. તેણે મેગેઝીન પર કવર બતાવીને કહ્યું કે, તુ પરવીન બાબી નથી. આ સાંભળીને પરવીન ખુબ જ હસી અને કહ્યું કે, હું શુટિંગ સિવાય મેકઅપ કરતી નથી. ત્યાર બાદ પરવીન અને બોબ વચ્ચે દોસ્તી થઇ ગઇ.

બોબ ક્રિસ્ટોને ફિલ્મોમાં પહેલો બ્રેક સુઝેન ખાનના પિતા સંજય ખાને આપ્યો હતો. સંજય ખાન બોબ ક્રિસ્ટોએ પહેલીવાર પોતાની ટીવી સીરિયલ ધ ગ્રેટ મારાઠામાં કામ કર્યું હતું. જેમાં તેણે અહમદ શાહ અબ્દાલીનો રોલ નિભાવ્યો હતો. તેની પહેલી ફિલ્મ 1980માં આવેલી અબ્દુલ્લા હતી. ત્યાર બાદ તેણે 200 જેટલી ફિલ્મોમાં કામ કર્યું.

બોબની પ્રમુખ ફિલ્મોમાં કાલિયા, નમક હરામ, બોક્સર, મિસ્ટર ઇન્ડિયા, મર્દ, કુર્બાની, આખિરી મુલાકાત, કમાન્ડો, Kanun ni avaj, દોસ્ત, Gunhaoka devta, ગુમરાહ, રુપ કીરાની ચોરોકા રાજ, કસમ જેવી સામેલ છે. બોબ ક્રિસ્ટોએ હિન્દી ઉપરાંત તમિલ, તેલગુ, કન્નડ અને મલયાલમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે બોબ એક્ટર હોવાની સાથે સિવિલ એન્જિન્યર હતો.