નેપાળ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જાણિતી સિંગરનું મોત, ફેન્સની આંખોમાંથી આંસુ વહી ગયા

નેપાળના પોખરામાં યતિ એરલાઇન્સના એટીઆર 72 વિમાન ક્રેશ મામલે 69 લોકોના મોત થયા છે. આ અકસ્માતને લઇને નેપાળમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે. નેપાળની યતિ એરલાઇન્સનું વિમાન કાઠમાંડૂથી પોખરા તરફ જઇ રહ્યુ હતુ. પાયલટે વિમાનને બચાવવાની કોશિશ કરી પણ અફસોસ કે તે નાકામ રહ્યા.

જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં નેપાળની જાણિતી લોકગાયિકા નીરા નીરા છન્ત્યાલ પણ સવાર હતી, જેનું નિધન થઇ ગયુ છે. ખબરો અનુસાર, સિંગર સંગીત કાર્યક્રમ માટે પોખરા જઇ રહી હતી. નીરાએ તેના અવાજમાં જૂનો વીડિયો શેર કર્યો, જેને ચાહકોએ ઘણો પસંદ કર્યો હતો. નીરાએ ઘણા નેપાળી ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.

તેણે પિરતીકો ડોરી સાથે પણ હીત ગાયુ હતુ, જેને ચાહકોએ ઘણુ પસંદ કર્યુ હતુ. પ્રાપ્ત જાણકારી અનુસાર, રવિવારે સવારે યતિ એરલાઇન્સના વિમાન ATR-72એ કાઠમાંડૂથી ઉડાન ભરી હતી. જેમાં 68 યાત્રી સહિત 72 લોકો સવાર હતા. બધા 68 યાત્રીઓના મોતની પુષ્ટિ એરલાઇન્સે ઓફિશિયલ રૂપથી કરી છે.

વિમાનની કો પાયલટ અંજુ ખતિવડા અને એક એરહોસ્ટેસનો પણ આ દુર્ઘટનામાં જીવ ચાલ્યો ગયો છે. પોખરા એરપોર્ટ પહોંચવાના 10 સેકન્ડ પહેલા આ અકસ્માત થયો હતો. વિમાન, પોખરા ઘાટીથી સેતી નદીની ખીણમાં પડ્યુ. નેપાળ એરપોર્ટ ઓથોરિટીઝનું કહેવુ છે કે, આ વિમાન દુર્ઘટના મોસમને કારણે નહિ પણ તકનીકી ખરાબીને કારણે તઇ છે. પોખરામાં અકસ્માતનો શિકાર થયલે વિમાનનો વીડિયો સામે આવ્યો છે,

જેમાં જોઇ શકાય છે કે દુર્ઘટનાગ્રસ્ત થવાના ઠીક પહેલા વિમાન એકતરફ ઝૂકેલુ છે. તે બાદ તે પડી જાય છે. ઉલ્લેખનીય છે કે, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ વિમાન દુર્ઘટના પર દુખ જતાવ્યુ છે. તેમણે કહ્યુ કે, નેપાળમાં દુખદ હવાઇ દુર્ઘટનાથી આહત છું, જેમાં ભારતીય નાગરિકો સહિત કિંમતી જીવ ચાલ્યા ગયા. દુખની આ ઘડીમાં મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ શોક સંતપ્ત પરિવાર સાથે છે.

Shah Jina