દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વારંવાર ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ને લઈને કહેવામાં આવે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ઘણા પ્રકારના નુકસાન થાય છે. અમુક જગ્યા પર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. છતાં પણ છાને ખૂણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ થાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ક્યારેક પશુઓ પણ કહી જતા હોય છે જે કારણે તેની સ્થિતિ એટલી વધી વણસી જાય છે કે, તે મોતના મુખે ધકેલાઈ જાય છે.

હાલમાં જ રાજકોટમાં પ્લાસ્ટિક મુક્ત ભારત માટે એક નવીનતમ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જાણીતી 94.3 માય ફેમ દ્વારા ‘પ્લાસ્ટિક ભારત છોડો’ ઝુંબેશ અંતર્ગત રાજકોટ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર આર.જે. આભાને જેલની સજા ફટકરાવવામાં આવી છે. આભા ત્યારે જ જેલમાંથી બહાર નીકળશે જયારે રાજકોટ વાસીઓ 500 કિલો પ્લાસ્ટિક એકત્ર કરશે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરમાં રાજ્ય કક્ષાની પ્રજાસતાક પર્વ-2020 “પ્લાસ્ટિક ભારત છોડો” નું આયોજન કરવામાં આવ્યું છે.

આર.જે આભા આજથી એટલે કે, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી જેલમાં રહેશે. 500 કિલો પ્લાસ્ટિક એકત્ર થયા બાદ જ તે જેલમાંથી બહાર આવશે. રાજકોટને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચુંગાલમાંથી આઝાદી અપાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાનો સૌથી અભૂતપૂર્વ સહકાર મળ્યો છે.

રાજકોટ વાસીઓની હૈયાની ધડકન આર.જે આભાને જેલમાંથી છોડાવવા માટે વિવિધ સ્કૂલના છાત્રો,સ્વામીનારાયણ અને બ્રહ્મકુમારી જેવી જુદીજુદી સંસ્થાઓ સહભાગી થઇ શહેરમાંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરી કિશાનપરા ચોક પાસે બનાવવામાં આવેલ જેલ પાસે ભેગો કરીને આર.જે. આભાને મુક્ત કરશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને સ્વચ્છતા અંગે જાગૃતતા આવે. બધા લોકોના સહયોગથી જ ભારત સ્વચ્છ રહી શકે છે. આ કાર્યક્રમ થકી લોકો સુધી એક સંદેશો તો પહોંચશે જ કે, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો એક જેલની સજા બરાબર છે. બધા લોકોએ પર્યાવરણની સુરક્ષા અને જાળવણી માટે પ્રતિબધ્ધ થવું જોઈએ. પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો અને જે લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે તેને પણ ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવે છે. પ્લાસ્ટિક મુક્ત રાજકોટ કરવા માટે આ કાર્યક્રમ થકી એક નવી પહેલ છે.

જણાવી દઈએ કે હાલમાં જ રાજકોટને ભારતના સૌથી સ્વચ્છ શહેરમાં બીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.