અયોધ્યા જ નહીં, ભારતના આ 7 સ્થળોઓ આવેલા છે શ્રીરામના અનોખા મંદિર

ભગવાન રામને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં ભગવાન રામ પ્રત્યે ભક્તોની અતૂટ શ્રદ્ધા છે. આમ તો ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો અને લાખો ભક્તો પણ ત્યાં દર્શન માટે જાય છે, પરંતુ રામને સમર્પિત મંદિરો સમગ્ર ભારતમાં જોવા મળે છે, જે દેશના વિવિધ ભાગોમાં આવેલા છે.

રામ રાજા મંદિર : રામ રાજા મંદિરનું નિર્માણ ભવ્ય કિલ્લાના રૂપમાં કરવામાં આવ્યું છે. આ મંદિર જોવામાં ખૂબ જ સુંદર છે. આ મંદિર ટીકમગઢ જિલ્લામાં આવેલ છે. રામ રાજા મંદિરની દિવાલો અને આરસપહાણ આ મંદિરની સુંદરતામાં વધારો કરે છે.

કલારામ મંદિર : નાસિકમાં આવેલું કલારામ મંદિર પણ ભારતનું એક સુંદર રામ મંદિર છે. હકીકતમાં, અહીં ભગવાન રામની 2 ફૂટ ઊંચી કાળી મૂર્તિ છે, જેના કારણે આ મંદિરનું આ અનોખું નામ પડ્યું છે. મંદિરમાં દેવી સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

રામ મંદિર,અયોધ્યા : અયોધ્યામાં આવેલ રામ મંદિર હંમેશા હિન્દુઓ માટે અગ્રણી રહ્યું છે, અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે. શાંત ઘાટ, સુંદર મંદિર અને ભગવાન રામમાં હિન્દુઓની અપાર શ્રદ્ધા અયોધ્યામાં રામ મંદિરની સુંદરતામાં વધુ વધારો કરે છે. હાલમાં અહીં ભવ્ય સ્વરૂપમાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.

રઘુનાથ મંદિર : જમ્મુમાં રઘુનાથ મંદિર ઘણું પ્રખ્યાત છે. આ મંદિર સુંદરતા અને શ્રદ્ધાનું પ્રતિક માનવામાં આવે છે. આ મંદિરમાં લગભગ સાત અન્ય મંદિરો છે જે હિન્દુ ધર્મના અન્ય દેવી-દેવતાઓને સમર્પિત છે.

રામાસ્વામી મંદિર : રામાસ્વામી મંદિર તમિલનાડુમાં આવેલું છે. તમને મંદિરની કોતરણી ગમશે, આ મંદિર પરની ભવ્ય કોતરણીમાં મહાકાવ્ય રામાયણના સમયમાં બનેલી તમામ પ્રસિદ્ધ ઘટનાઓ દર્શાવવામાં આવી છે. અહીં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

સીતા રામચંદ્રસ્વામી મંદિર : સીતા રામચંદ્રસ્વામી મંદિર હંમેશા પ્રખ્યાત રહ્યું છે. ભગવાન રામનું આ મંદિર તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના ભદ્રાચલમમાં આવેલું છે. કહેવાય છે કે આ તે જગ્યા છે જ્યાં ભગવાન રામે સીતાને લંકાથી પરત લાવવા માટે ગોદાવરી નદી પાર કરી હતી.

શ્રી રામ મંદિર, ત્રિપ્રયાર : ત્રિપ્રયાર શ્રી રામ મંદિર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું છે. મંદિરમાં ભવ્ય લાકડાની કોતરણી કરવામાં આવી છે. આ મંદિરમાં એકાદશીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

YC