પોપ્યુલર ઇન્ફ્લુએન્સર પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. ઇન્ફ્લુએન્સર અંકિત કાલરાનું નિધન થઇ ગયુ છે, માત્ર 29 વર્ષની ઉંમરે અંકિતે દુનિયાને અલવિદા કહી દીધું. લગ્નના દોઢ વર્ષ બાદ જ ઇન્ફ્લુએન્સર ઇંશા ઘાઈની આખી દુનિયા બરબાદ થઈ ગઈ. આ કપલે ફેબ્રુઆરી 2023માં જ લગ્ન કર્યા હતા. બંને ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર મસ્તીથી ભરપૂર વીડિયો શેર કરતા હતા.
ઇંશાએ સોશિયલ મીડિયા પર એક હૃદયદ્રાવક નોંધ શેર કરીને ચાહકોને જાણ કરી હતી કે ઈન્ફ્લુએન્સર અંકિત કાલરાએ 19 ઓગસ્ટ 2014ના રોજ અંતિમ શ્વાસ લીધા. અંકિત અને ઇંશા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને બંને ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે ફની વીડિયો શેર કરતા હતા. ઇન્ફ્લુએન્સર ઇંશા ઘાઈ કાલરાએ તેના પતિ અંકિતના નિધનની પુષ્ટિ કરતી ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે.
અંકિતનો ફોટો શેર કરી લખ્યું, ‘અંકિત કાલરાની યાદમાં. 24-3-1995 19-8-2024.’ અંકિતની તસવીર સાથે ઇંશાએ એક નોટ પણ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, ‘મને એક દિવસ પાછા લઈ જાઓ, હું વચન આપું છું કે હું વસ્તુ અલગ રીતે કરીશ! બેબી, પ્લીઝ પાછા આવ ? હું તમને યાદ કરી રહી છું.’
જણાવી દઈએ કે ઇંશાએ પોતાની પોસ્ટમાં અંકિતનું નિધન કેવી રીતે થયું તેનું કોઈ કારણ જણાવ્યું નથી. પરંતુ ચાહકો આ સમાચારથી ખૂબ જ આશ્ચર્યચકિત છે. ઇંશા અને અંકિતના લગ્નને હજુ વધુ સમય નથી થયો ત્યાં ઇંશા પર દુખોનો પહાડ તૂટી પડ્યો છે. આ દુઃખદ સમાચાર પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અંકિતના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
View this post on Instagram