ખબર મનોરંજન

બોલીવુડમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે આ 14 ઝઘડા, જુઓ લિસ્ટ

10 નંબરનો ઝગડો તો બોલીવુડની સૌથી સુંદર હિરોઈન માટે થયેલો

મિત્રો ક્યારે શું થઇ જાય છે તે કંઈ કહી શકાય નહીં. બોલીવુડની ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કોણ કોનું સારી મિત્ર બની જાય અથવા તો કોણ દુશ્મન બની જાય તે કહેવું થોડું અઘરું છે. બૉલીવુડ ફિલ્મ જગતમાં સારા મિત્રો પણ ઝઘડા કરી લેતા હોય છે બાદમાં થોડા સમય બાદ ફરીથી મિત્ર પણ બની જાય છે. પરંતુ ઘણા ઝઘડા એવા પણ હોય છે જે આજે પણ કાયમ છે અને એકબીજાના ચહેરા પણ જોવા નથી માંગતા. આ ઝઘડા વિષે મીડિયામાં પણ ઘણા સમય સુધી ચાલ્યું હતું. સલમાન ખાન, કંગના રનૌત, કરણ જોહર અને શાહરુખ ખાનના વિવાદિત ઝઘડાએ હિન્દી સિનેમા જગતમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે.

આવો જાણીએ બોલીવુડના સૌથી ચર્ચિત ઝઘડા વિષે.

1.કરીના કપૂર-પ્રિયંકા ચોપરા

Image source

ફિલ્મ એતરાઝમાં કરીના કપૂર અને પ્રિયંકા ચોપડાએ સાથે કામ કર્યું હતું, પરંતુ કરીનાએ આ ફિલ્મનો તમામ શ્રેય પોતાના પર લીધો હતો જેના કારણે બંનેના મન-મુટાવ આવી ગયો હતો. પરંતુ 2010 માં પોલીસ મહોત્સવ દરમિયાન આ બંનેની નારાજગી દૂર થઇ ગઈ હતી. હવે આ બંને અભિનેત્રીઓ સારી મિત્રો છે.

2.કરીના કપૂર-બિપાસા બાસુ

Image source

કરીના કપૂર અને બિપાશા બાસુએ ફિલ્મ ‘અજનબી’ માં સાથે કામ કર્યું હતું. પરંતુ તે જ સમયે આ બંને વચ્ચે દુશ્મની ચાલુ થઇ હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના કપૂરે બિપાશા બાસુને ‘બ્લેક બિલાડી’ પણ ગણાવી હતી.  તે સમયે કરીના કપૂરે બિપાશાના બોયફ્રેન્ડ જોન અબ્રાહમને અભિવ્યક્તિહીન ગણાવ્યો હતો.


3.કંગના રનૌત-ઋતિક રોશન

Image source

કંગના અને ઋતિક રોશનના ઝઘડાએ તોફાની રંગ લઇ લીધો હતો. કંગનાએ ઋતિક સાથેના અફેરની વાત સાર્વજનિક કરી દીધી હતી. તો ઋતિકે તેને નોટિસ મોકલીને માફી માંગવા સુધીનું કહી દીધું હતું. પરંતુ કંગનાએ નોટિસ મોકલતા આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન કંગનાએ ૠતિક તરફથી મળેલા ઇમેઇલ્સ સાર્વજનિક કરી દીધા હતા. વર્ષ 2017માં  સૌથી વધુ ચર્ચાયેલો ઝઘડો તેમનો કથિત પ્રેમ સંબંધ હતો.

4.સલમાન ખાન-અરજીત સિંહ

Image source

સલમાન ખાન અને અરિજિત સિંહ વચ્ચેનો ઝઘડો ત્યારે સામે આવ્યો હતો જ્યારે સિંગરે જગ ઘૂમ્યા ગીત પર કહ્યું કે તેણે તે પહેલાં ગાયું હતું. પરંતુ સલમાન ખાને પછીથી ગીતને રાહત ફતેહ અલી ખાન પાસે ગવડાવ્યું હતું. આ કારણે બંને વચ્ચેના એક એવોર્ડ ફંક્શનમાં ટીકા-ટિપ્પણી થઇ હતી.

5.કરણ જોહર-કંગના રનૌત

Image source


કરણ જોહરના ચેટ શોમાં કંગના રનૌતે ફિલ્મના નિર્માતાને તેની સામે જ નિશાનો બનાવ્યો હતો. આજ સુધી તેની ચર્ચા છે. કંગના રનૌતએ ‘કરણ જોહરને નેપોટિઝમનો માર્ગ’ પણ ગણાવ્યો હતો.

6.શાહરુખ ખાન-શિરીષ કુંદ્રા

Image source

શાહરૂખ ખાન અને તેના નજીકના મિત્ર ફરાહ ખાનના પતિ શિરીષ કુંદ્રા વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું. બંને વચ્ચે હોબાળો થયો હતો. આ ઝઘડો તે સમયે થયો હતો જયારે શાહરૂખ ખાન ફરાહનો ગાઢ મિત્ર હતો. ફરાહખાનના લગ્નનું કન્યાદાન શાહરુખે કરાવ્યું હતું. આ ઝઘડો શાહરૂખ ખાનની ફિલ્મ રાવણ ના રિલીઝ દરમિયાન થયો હતો, જ્યારે શિરીષે તેની ફિલ્મની મજાક ઉડાવી હતી.

7.સલમાન ખાન-ઋતિક રોશન

Image source

આ બંને વચ્ચે ઝઘડો ત્યારે થયો હતો જયારે સલમાન ખાને ઋતિક રોશનની ફિલ્મ ‘ગુઝારિશ’ની મજાક ઉડાવી હતી. ખરેખર, દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં ઐશ્વર્યા રાયની સાથે ઋતિક રોશનને જોઇને સલમાન ગુસ્સે થઇ ગયો હતો અને એક એવોર્ડ શોમાં તેની મજાક ઉડાવી હતી. આ ૠતિકને ગમ્યું ના હતું જેથી બંનેના સંબંધમાં ખટાશ આવી ગઈ હતી.

8.શાહરુખ ખાન-આમિર ખાન

Image source

બોલિવૂડના બે સુપરસ્ટાર ખાન વચ્ચે દુશ્મનીની  છે. નંબર 1 સ્ટાર બનવા માટે બંનેએ હંમેશાં એક બીજા સાથે હરીફાઈ કરતા હતા અને આ કારણે હંમેશાં તેમની વચ્ચે મતભેદ થતા હતા. આજે પણ તે એકબીજાથી બહુ કમ્ફર્ટેબલ નથી.

9.સલમાન ખાન-શાહરુખ ખાન

Image source

આ બંને ખાન વચ્ચેનો ઝઘડો કેટરીના કૈફની બર્થડે પાર્ટીમાં થયો હતો. તે સમયે કેટરીના સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ હતી. શાહરૂખ ખાને સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય બચ્ચન વિશે ગંદી ટિપ્પણી કરી હતી. આનાથી સલમાન ખાન ગુસ્સે થયો અને બંને વચ્ચે ભારે દલીલ થઈ હતી.આ પછી ઘણા વર્ષો પછી તેમની વચ્ચેનો સંબંધ સામાન્ય થયો હતો.

10.સલમાન ખાન-વિવેક ઓબેરોય

Image source


સલમાન ખાન અને વિવેક ઓબેરોય વચ્ચેનો ઝઘડો જગ જાહેર છે. 2003 માં વિવેક ઓબેરોયે સલમાન ખાન વિરુદ્ધ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેમને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. વિવેક ઓબેરોયે સલમાન ખાન પર 41 ફોન કોલથી હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. ઐશ્વર્યા રાય બચ્ચનને લઈને થયેલો ઝઘડો આજે પણ યથાવત છે. વિવેકે ઘણી વખત સલમાનની માફી માંગવાનો પ્રયાસ પણ કર્યો છે, પરંતુ સલમાને વિવેકને ક્યારેય ભાવ આપ્યો નથી.

11.કરણ જોહર-રામગોપાલ વર્મા

Image source

ટ્વિટર પર કરણ જોહર અને રામ ગોપાલ વર્મા વચ્ચે અવારનવાર ઝઘડા થાય છે. આ બંને દિગ્દર્શકોને એકબીજાનું કામ ગમતું નથી અને આ કારણે તેમની વચ્ચે લડાઈ થાય છે.આ ઝઘડો ત્યારે શરૂ થયો જયારે રામ ગોપાલ વર્માએ મણિ રત્નમની ફિલ્મ રાવણનું નામ ‘માય નેમ ઇઝ રાવણ’ નામથી રિમેક કરવાની વાત કરી હતી. આ નામ એક તરફ કરણ જોહરની ફિલ્મ ‘માઈ નેમ ઇઝ ખાન’ થી મળતું આવ્યું હતું.

12.શાહરુખ ખાન અને ફરાહ ખાન

Image source

ફિલ્મ ‘તીસ માર ખાન’ માં ફરાહ ખાને શાહરૂખ ખાનની બદલે અક્ષય કુમાર ઉપર પસંદગી ઉતારી હતી. જેના કારણે ફરાહ અને શાહરૂખ વચ્ચે તકરાર થઈ હતી. બાદમાં શાહરૂખે ફરાહની માફી માંગતા ફરીથી બંનેના સંબંધ સુધરી ગયા હતા.

13.મધુર ભંડારકર અને ઐશ્વર્યા રાય

Image source

મધુર ભંડારકરની ફિલ્મ ‘હિરોઈન’ માં ઐશ્વર્યા રાય મુખ્ય અભિનેત્રી હતી. પરંતુ ઐશ્વર્યાએ આ ફિલ્મ છોડી અને મેટરનિટી લિવ પર ચાલી ગઈ હતી. આ વિશે મધુર ભંડારકરને ખૂબ ગુસ્સો આવ્યો અને આ ઘટનાની પણ ખૂબ ટીકા થઈ હતી.

14.અભિષેક બચ્ચન અને કરીના કપૂર

Image source

જણાવી દઈએ કે, અભિનેતા અભિષેક અને કરિશ્મા કપૂરના સગાઈ તૂટવાને કારણે કરીના અને અભિષેક વચ્ચે બોલાચાલી થઇ ગઈ હતી. આ મામલા પછી અભિષેકે કરીના સાથે કામ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.