ખબર

શું તમે જાણો છો કોણ છે આ ડોક્ટર જેને મળ્યો છે દુનિયાના સૌથી સેક્સી ડોક્ટરનો ખિતાબ

તમે ઘણીવાર દુનિયાના સૌથી સેક્સી એક્ટર, એક્ટ્રેસ, પ્લેયર, મોડલ વિશે સાંભળ્યુ હશે. પરંતુ આજે અમે તમને દુનિયાના સૌથી સેક્સી ડોક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની આજકાલ ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મેડિકલ જગતમાં ખૂબ જ પ્રખ્યાત નામ માઈક વર્શાવસ્કીને દુનિયાના સૌથી સેક્સી ડૉક્ટર કહેવામાં આવે છે. તે ડોક્ટર માઈકના નામથી પણ ખૂબ પ્રખ્યાત છે. ડોક્ટર માઈકની યુટ્યુબ ચેનલના લગભગ 10 મિલિયન સબસ્ક્રાઈબર્સ છે. પરંતુ તેણે આ બધું કેવી રીતે પ્રાપ્ત કર્યું ?

32 વર્ષીય ડોક્ટર માઈકને વર્ષ 2015માં પીપલ મેગેઝીને ‘સેક્સીએસ્ટ ડોક્ટર અલાઈવ’નો ખિતાબ આપ્યો હતો. તે સોશિયલ મીડિયા સ્ટાર છે. ઇન્સ્ટાગ્રામ પર 4.4 મિલિયનથી વધુ લોકો તેને ફોલો કરે છે. ડોક્ટર માઈકના યુટ્યુબ વીડિયો અત્યાર સુધીમાં 1,666 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યા છે. પોતાની યુટ્યુબ ચેનલ પર માઈક સ્વાસ્થ્ય, પોષણ અને તેનાથી સંબંધિત અન્ય બાબતો પર મનોરંજક સામગ્રી શેર કરે છે.

ફોર્બ્સ સાથેની વાતચીતમાં માઈકે તેની મુસાફરી વિશે જણાવ્યું હતુ. તેણે જણાવ્યું કે કેવી રીતે તે માઈગ્રન્ટ તરીકે રશિયાથી અમેરિકા આવ્યો અને અહીં આવીને દુનિયાનો સૌથી પ્રખ્યાત ડોક્ટર બન્યો.તમને જણાવી દઈએ કે હાલમાં જ માઈકની એક લેમ્બોર્ગિની કાર ચોરાઈ હતી. તેની કિંમત લગભગ 2.5 કરોડ હતી. આ ચોરી ઘરની બહાર પાર્કિંગમાંથી થઈ હતી. જોકે બાદમાં તેની કાર પાછી મળી આવી હતી. હકીકતમાં એક કર્મચારી તે કાર લઈને ભાગી ગયો હતો.

તેનો ઈરાદો કાર ચોરવાનો ન હતો, પરંતુ અદ્ભુત રાઈડનો આનંદ લેવાનો હતો.લેમ્બોર્ગિનીની લગભગ પાંચ કલાક સુધી સવારી કર્યા બાદ તેણે પોતે જ ડૉ. માઈકને કાર પાછી આપી દીધી હતી. જ્યારે આ હકીકત સામે આવી ત્યારે ડોક્ટરે કર્મચારી સામે કોઈ પણ કેસ દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો.જબરદસ્ત ખ્યાતિ પ્રાપ્ત કરનાર માઈક ન્યુયોર્ક સિટીમાં ફિઝિશિયન તરીકે પોતાની નિયમિત પ્રેક્ટિસ કરે છે.

આ કારણે, તે જે લોકોને પ્રેમ કરે છે તેમની સાથે જોડાયેલ રહે છે. માઈક માને છે કે પ્રેક્ષકો સાથેના સીધા જોડાણને કારણે જ તેની વૃદ્ધિ ઝડપી થઈ છે. આ અનુભવ તમારા ડૉક્ટર સાથે ખાનગી ક્લિનિકમાં બેસવા જેવો છે. માઈકે ઘણી બધી સ્પોન્સરશિપ અને બિઝનેસની તકોને પણ ઠુકરાવી દીધી છે.

કારણ કે તે માને છે કે તે તેના ગ્રાહકોને જે વસ્તુઓની ભલામણ નથી કરતો તે તે વેચી પણ શકતો નથી. ડૉક્ટર માઈકે કહ્યું- મારું કામ સૌથી અપડેટેડ માહિતી આપવી છે, જેના વિશે હું આત્મવિશ્વાસ અનુભવું છું. હું માનું છું કે મારા પ્રેક્ષકો પોતાના માટે શ્રેષ્ઠ નિર્ણયો લે છે.