મનોરંજન

કયારેક બાળ કલાકાર તરીકે આ 5 સિતારાઓએ કર્યું હતું કામ, જોત-જોતામાં થઇ ગયા આટલા મોટા

5 નંબર વાળી નું ફિગર અત્યારે જોરદાર થઇ ગયું

આપણે સૌ જોઈએ છીએ કે, બોલીવુડમાં ઘણા એવા કલાકાર છે જેને બાળ કલાકાર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. ઘણી સિરિયલ, ફિલ્મ અને જાહેરાતમાં આ કલાકારો જોવા મળ્યા હતા. આ બાળ કલાકારોએ ખુબ નામ કમાવ્યુ છે. સમયની સાથે હવે આ સિતારાઓ મોટા થઇ ગયા છે. આ સિતારાઓને ઓળખવા પણ હવે મુશ્કેલ થઇ ગયા છે.

આજે અમે તમને જણાવીશું 5 બાળ કલાકારો વિષે.

1.અવિકા ગૌર

Image source

ટેલિવિઝનની બાળ વિવાહ આધારિત સિરિયલ ‘બાલિકા વધુ’ની નાની આનંદીને કોણ નથી જાણતું. આ સીરિયલમાં આનંદીનો રોલ અવિકા ગૌરે નિભાવ્યો હતો. અવિકા ગૌર હવે ઘણી મોટી થઇ ગઈ છે. અવિકાને હવે ઓળખવી પણ મુશ્કેલ છે. અવિકા ‘સસુરાલ સીમર કા’માં પણ નજરે આવી ચુકી છે. અવિકા 30 જૂને તેનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો.

2.અહસાસ ચન્ના

Image source

અહસાસ ચન્ના એક એવી બાળ કલાકાર હતી જે છોકરી હોવા છતાં હંમેશા છોકરાના રોલમાં જ જોવા મળતી હતી. અહસાસએ ‘કભી અલવિદા ના કહના, ફૂંક, માય ફ્રેન્ડ ગણેશા’ અને વાસ્તુ શાસ્ત્ર જેવી ફિલ્મમાં કામ કરી ચુકી છે. અહસાસ હવે મોટી થયા બાદ કંઈક આવી દેખાઈ છે.

3.પરજાન દસ્તુર

Image source

‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મમાં એક નાનું બાળક હતું. આ છોટે સરદાર હંમેશા તારા જ ગણતો હતો. આ છોટે સરદારનું નામ પરજાન દસ્તુર છે. પરજાન હવે એટલે મોટો થઇ ગયો છે કે તે જલ્દી જ લગ્ન ગ્રંથીથી બંધાઈ જશે.

4.ઓમકાર કપૂર

Image source

ઓમકાર કપૂરનું નામ લેવામાં આવે તો કદાચ તમે ઓળખી પણ ના શકો. પરંતુ 90ના દાયકાની ફિલ્મ ‘માસુમ’ન બાળકલાકારનું કહીશું તો તમે જરૂર ઓળખી જશો. માસુમ ફિલ્મમાં બાળ કલાકારના રૂપમાં જોવા મળેલો આ કલાકાર હવે ઘણો મોટો થઇ ગયો છે.

5.સના સઈદ

Image source

શાહરુખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં નાની અંજલિનો રોલ નિભાવનારી સના સઈદ હવે મોટી થઇ ગઈ છે. સના મોટી હોવાની સાથે-સાથે ખુબસુરત અને ગ્લેમરસ પણ થઇ ગઈ છે. સના સ્ટુડન્ટ ઓફ ધ યર’ ફિલ્મમાં પણ નજરે ચડી હતી.