પ્રખ્યાત શેફ વિકાસ ખન્ના ઉપર તૂટ્યો દુઃખોનો પહાડ, સૌથી નજીકના વ્યક્તિનું નિધન, કહ્યું, “મારી આત્માએ આજે મને છોડી દીધો, લવ યુ રાધા”

બોલીવુડના સિતારાઓની જેમ ભારતના શેફનો પણ એક મોટો ચાહક વર્ગ છે. એવા જ એક શેફનું નામ છે વિકાસ ખન્ના, જેના ભારતમાં જ નહિ પરંતુ દુનિયાભરમાં ચાહકો ફેલાયેલા છે. સ્ટાર પ્લસના રિયાલિટી શો માસ્ટર શેફ ઇન્ડિયામાં તે જજની ભૂમિકામાં નજર આવે છે, ત્યારે હાલમાં જ તેમના માટે આ સમય ખુબ જ દુઃખનો છે.

વિકાસ ખન્નાની બહેન રાધિકા ખન્નાનું ગત સોમવાર 28 ફેબ્રુઆરીના રોજ નિધન થઇ ગયું છે. પોતાની બહેનના નિધનની જાણકારી વિકાસ ખન્નાએ એક ખુબ જ ઈમોશનલ પોસ્ટ શેર કરીને આપી છે. તેમને જણાવ્યું કે તેમની બહેન રાધિકા લ્યુપસથી પીડિત હતી અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે તેનું મોત થયું હતું. વિકાસ તેની બહેનના મૃત્યુ પછી ખૂબ જ ભાંગી પડ્યો છે.

બહેન રાધા સાથે પોતાની તસવીર શેર કરતા વિકાસે લખ્યું છે કે “મારો આત્મા આજે મને છોડી ગયો છે. 23 માર્ચ, 1974 – ફેબ્રુઆરી 28, 2022. તે લ્યુપસ, એએચયુએસ, કિડની નિષ્ફળતા સાથે વર્ષો સુધી ચેમ્પિયનની જેમ લડી. પરંતુ આજે બહુવિધ અવયવોની નિષ્ફળતાને કારણે મારા બેસ્ટ ફ્રેન્ડનું મારી બાહોમાં અવસાન થયું. રાધા તને હંમેશ માટે પ્રેમ. રેસ્ટ ઈન પીસ !”

 

View this post on Instagram

 

A post shared by Vikas Khanna (@vikaskhannagroup)

વિકાસની આ પોસ્ટ ઉપર ઘણા બધા સેલેબ્સે પણ કોમેન્ટ કરી છે. અભિનેત્રી નીના ગુપ્તાએ લખ્યું કે, “ઓહ માય ગોડ તે માની શકતો નથી.” તો અભિનેત્રી શબાના આઝમીએ કહ્યું, ‘હું ખૂબ જ દિલગીર છું.. વિકાસને મારી દિલથી સંવેદના. શેફ વિનીત ભાટિયાએ ટિપ્પણી કરી, “ઓહ માય ગોડ આ ભયંકર સમાચાર છે.” શેફ વિકી રત્નાનીએ કહ્યું, “સાંભળીને દુઃખ થયું. ઓમ શાંતિ.” શેફ રણવીર બ્રાર અને અભિનેતા ગૌતમ રોડે પણ ટિપ્પણી કરીને દુઃખ વ્યક્ત કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Vikas Khanna (@vikaskhannagroup)

વિકાસે રાધા સાથે વિતાવેલી તેની સુંદર પળોનો વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું  “જ્યારે તે અર્ધ-બેભાન હતી, ત્યારે પણ તે ડૉક્ટરને કહેતી રહી કે તે જલ્દી ઘરે જઈને વિકુની સુરક્ષા કરવા માંગે છે. #MyRadha #SistersAreBlessing. તેણે રેન્ડી ન્યુમેનનું ગીત યુ હેવ ગોટ અ ફ્રેન્ડ ઇન મી વીડિયોમાં ઉમેર્યું.

Niraj Patel