ગુજરાતીમાં એક કહેવત છે કે “પ્રેમ ના જુએ જાત-કજાત, ઊંઘ ના જુએ ટાઢો ભાત” જયારે માણસને પ્રેમ થાય ત્યારે તે નાત જાત કે ઉંમરના બંધનોમાં બંધાતો નથી. પોતાના ગમતી વ્યક્તિ સાથે જીવનભર સાથ નિભાવવાનું નક્કી કરે ત્યારે તે આવા કોઈ બંધનોમાં માનતો પણ નથી. બસ તેને ગમતી વ્યક્તિનો સાથ જીવનભર આપે છે.

આપણા દેશમાં મોટાભાગે પુરુષથી હંમેશા નાની ઉંમરની સ્ત્રી સાથે જ લગ્ન કરાવવામાં આવે છે અને આ પ્રથા દરેક સમજામાં ફેલાયેલી જોવા મળે છે. પરંતુ આજની પેઢી એવા કોઈ બંધનોમાં માનતી નથી. પોતાને ગમતી વ્યક્તિની ઉંમર ભલે વધારે હોય પરંતુ સમજણના આધારે જીવનભર સાથ નિભાવતા હોય છે.

બોલીવુડમાં પણ ઘણા કલાકારોએ પોતાનાથી મોટી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે, અને આજે પણ એમનો સંબંધ અકબંધ છે. એમના સંબંધમાં આજે પણ ભરપૂર પ્રેમ રહેલો છે ત્યારે ખરેખર એમ થાય કે “પ્રેમ થાય ત્યારે ઉંમર ના જોવાય” ચાલો જાણીએ કયા કાયા અભિનેતા અને અભિનેત્રીઓએ પોતાની ઉંમરથી મોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.

અભિષેક-ઐશ્વર્યા:
બચ્ચન પરિવારમાં વહુના રૂપમાં આવેલી ઐશ્વર્યા મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડની સાથે સાથે એક મશહૂર અભિનેત્રી પણ છે. અભિષેક બચ્ચન સાથે તેના લગ્ન થયા એ પહેલા ઐશ્વર્યા ઘણી જ ચર્ચામાં હતી. પરંતુ અભિષેક સાથે લગ્ન થયા બાદ બંને ખુબજ પ્રેમાળ જીવન વિતાવી રહ્યાં છે. ઐશ્વર્યા અભિષેક કરતા ઉંમરમાં 2 વર્ષ મોટી છે.

નિક-પ્રિયંકા:
બોલીવુડની મશહૂર અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાના લગ્નને ને લઈને ખુબ જ ચર્ચામાં રહી હતી. પોતાનાથી 10 વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કરવાના કારણે ઘણા લોકો પ્રિયંકા ઉપર મઝાક પણ કરી રહ્યાં હતા, પરંતુ સમયની સાથે આજે લોકો પ્રિયંકા અને નિકના સુખી લગ્નજીવનની વાતો પણ કરે છે. નિક અને પ્રિયંકા લગ્નબાદ પણ ખુબ જ રોમાન્ટિક અંદાઝમાં જોવા મળે છે. ઉંમરમાં 10 વર્ષનો તફાવત હોવા છતાં બંને સમય મળતા મળતી રોમાન્સની પળો માણવાનું ચુકતા નથી.

ફરાહ-શિરીષ
પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્દેશક ફરાહ ખાનનું નામ બોલીવુડમાં ખુબ જ વખણાય છે. ઘણા બધા શૉમાં હાજરી દરમિયાન પણ ફરાહ પોતાના આગવા અંદાઝમાં જોવા મળે છે. ફરાહ પણ તેનાથી નાની ઉંમરના શિરીષ કુન્દ્રા સાથે લગ્ન કરી ચર્ચાનો વિષય બની હતી સાથે બંનેની જ્ઞાતિ પણ અલગ હોય માહોલ ગરમાયો હતો. તે છતાં પણ ફરાહ અને શીરીષે પીછેહઠ કરી નહિ અને આજે સુખી લગ્નજીવન જીવી રહ્યા છે. શિરીષ ફરાહ કરતા ઉંમરમાં 8 વર્ષ નાનો છે.

અર્ચના-પરમીત:
કપિલ શર્માના શૉમાં નજર આવતી અને સદાય હસ્યાં કરતી અર્ચના પૂરણસિંગને આજે આખો દેશ ઓળખે છે. અર્ચનાએ ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે. અર્ચના તેના પતિ પરમીતથી 7 વર્ષ મોટી છે. બંનેએ પ્રેમલગ્ન કર્યા હતા આને આજે એમને બે બાળકો પણ છે.

મહેશબાબુ-નમ્રતા શિરોડકર:
સાઉથની ફિલ્મોના સૌથી પ્રખ્યાત અભિનેતા મહેશબાબુના ઘણા ચાહકો છે તેને બોલીવુડના એક સમયની મશહૂર અભિનેત્રી નમ્રતા શિરોડકર સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ નમ્રતાએ ફિલ્મોમાં કામ કરવાનું તો બંધ કરી દીધું પરંતુ પોતાના પતિને અને પરિવારને સાચવવામાં કોઈ કસર બાકી નથી રાખતી. મહેશબાબુ અને નમ્રતા બંને પોતાના અંગત જીવનમાં ખુબ જ ખુશ છે. ઉંમરમાં નમ્રતા મહેશબાબુ કરતા 4 વર્ષ મોટી છે.

આ સિવાય પણ ફિલ્મ ઇડરસ્ટ્રીઝના ઘણા અભિનેતાએ પોતાનાથી મોટી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. ઘણા અભિનેતાઓના લગ્નબાદ છૂટાછેડા પણ થઇ ગયા છે તે છતાં ઘણા એવા છે જે સુખી લગ્ન જીવન જીવી રહ્યાં છે.

બૉલીવુડ સિવાય ક્રિકેટના ભગવાન ગણાતા એવા સચિન તેંડુલકરની પત્ની અંજલિ પણ તેનાથી ઉંમરમાં 5 વર્ષ મોટી છે અને મુખ્ય વાત તો એ છે કે બંનેના પ્રેમલગ્ન થયા હતા, એરપોર્ટથી શરુ થયેલી લવસ્ટોરી લગ્ન સુધી પહોંચી હતી અને આજે તેમને બે બાળકો પણ છે.