સોશ્યિલ મીડિયા પર ‘ડુબતે કો તિનકે કા સહારા’ વાળો મંજર જોવા મળ્યો. જ્યાં પૂરના તેજ પાણીમાં ફસાયેલ એક કપલ માટે તેમની કારની છત તિનકા બની ગઈ. જેના પર તે કલાકો સુધી પોતાનો જીવ બચાવતા રહ્યા. વહેતી નદીની વચ્ચે ફસાયેલા આ દંપતીને કોઈક રીતે બચાવ કામગીરી દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. આ મામલો ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો છે.
જ્યાં એક દંપતી પૂરના પાણીમાં ફસાયેલા હતા અને તેઓ તેમની કારની છત પર બેસી ગયા. આ ઘટના ત્યારે બની જ્યારે ભારે વરસાદના કારણે આખો વિસ્તાર અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયો. જીવ બચાવવા તેમણે કારની છતનો સહારો લીધો. ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેમણે તાત્કાલિક ફાયરવિભાગને જાણ કરી. આ પછી સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યુ ઓપરેશન ટીમે તેમને સુરક્ષિત બહાર કાઢ્યા.
આ આખી ઘટના કોઈએ કેમેરામાં કેદ કરી લીધી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ વખતે ગુજરાતમાં વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. 1 જૂનથી અત્યાર સુધીમાં સિઝનના કુલ વરસાદના 118%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
કચ્છમાં સૌથી વધુ 183%, સૌરાષ્ટ્રમાં 127%, દક્ષિણ ગુજરાતમાં 121%, મધ્ય પૂર્વ ગુજરાતમાં 115% અને ઉત્તર ગુજરાતમાં 99% વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વરસાદ અને પૂરના કારણે પાયમાલી એવી છે કે પશુઓ પણ પરેશાન છે. પૂરના કારણે વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે.
View this post on Instagram