ખબર

અંબાજી માર્ગ અકસ્માત મામલો: 22 હતભાગીઓના મૃતદેહ માદરે વતન આવી પહોંચતા સર્જાયા ગમગીની ભર્યા દ્રશ્યો

અંબાજી નજીક ત્રિશુલિયા ઘટમાં ગત સાંજે ડ્રાઇવરની ઓવર સ્પીડના કારણે ભયજનક વળાંકમાં લકઝરી બસ પલ્ટી ખાઈ ગઈ હતી. 22 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે 55 લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટના તમામ હતભાગીઓ આણંદ જિલ્લાના વિવિધ ગામના હતા. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ-હળદરી, કંથારિયા, સુંદણ, પામોલ અને કસુંબાડ ગામના રહીશોનો સમાવેશ થાય છે. 22 હતભાગીઓના મોત બાદ ગામમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની જાણ થતા જ આણંદના ખડોલમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

Image Source

મૃતકોના પરિજનોના હૈયાફાટ રૃદનથી ગમગીનીભર્યા માહોલ સર્જાયો હતો. તમામ મૃતકોના મૃતદેહો એમ્બ્યુલન્સ દ્વાઈએ ખડોલ ગેઈમ પહોંચાડવામાં આવી રહ્યા છે. ધીરે-ધીરે મૃતદેહો આવતા વાતાવરણ હૈયાફાટ રુદનથી ગુંજી ઉઠયું હતું. તમામ હતભાગીઓના પરિજનોનને સાંત્વના પાઠવા સ્થાનિક સાંસદ, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઘરે પહોંચ્યા હતા.

Image Source

નોંધનીય છે કે, 22 હતભાગીઓમાંથી સૌથી વધુ ખડોલ ગામના 6 વ્યક્તિનો સમાવેશ થયો છે. હાલ તો તમામ મૃતદેહોને અલગ-અલગ ઘરે વિધિ કરવા માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરીથી હતભાગીઓને મૃતદેહોને ગામના ચોરે લાવી અંતિમવિધિ કરવામાં આવી હતી. એક જ ગામમાંથી 6 -6 લોકોની એકસાથે આર્તગી ઉઠતા ગામ હીબકે ચડ્યું હતું. હાલ તો ખડોલ ગામમાં કોણ-કોને સાંત્વના પાઠવે તેવી સ્થિતિ સર્જાય છે.

Image Source
Image Source
Image Source

પરિવારને સાંત્વના પાઠવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત કલેકટર દિલીપ રાણા, આણંદના સાંસદ મિતેશ પટેલ, ડીએસપી મકરંદ ચૌહાણ જિ.પં.પ્રમુખ નટવર સિંહ પણ આંકલાવના ખડોલ ગામે હાજર રહ્યા હતા.

આ અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ટ્વીટર હેન્ડલના માધ્યમથી મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

માતાજી મૃતકોના આત્માને શાંતિ અર્પે અને એમના પરીવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના!

|| ૐ શાંતિ ૐ ||