આ તો કેવી અંધશ્રદ્ધા ? 2 વર્ષ પહેલા થયું હતું વ્યક્તિનું મોત, અંધશ્રદ્ધાના કારણે હોસ્પિટલમાં આત્મા લેવા પહોંચ્યો પરિવાર

આજે પણ સમાજના ઘણા લોકો અંધશ્રદ્ધાના ચક્કરમાં ફસાયેલા છે. દરરોજ અંધશ્રદ્ધા સાથે જોડાયેલા અનેક સમાચારો આવે છે. જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. આજે અમે તમને એક એવી જ અંધવિશ્વાસની ઘટના જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા પછી વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ થઇ જશે. પરંતુ આ એક સત્ય ઘટના છે.

રાજસ્થાનના જોધપુરમાં ત્યારે હંગામો મચી ગયો જ્યારે એક પરિવાર 2 વર્ષ પહેલા મૃત્યુ પામેલા વ્યક્તિની આત્માને લેવા હોસ્પિટલ પહોંચ્યો. જણાવી દઈએ કે આ ઘટના જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાંથી સામે આવી છે. બે વર્ષ પહેલા બ્યાવરમાં રહેતા એક વ્યક્તિને સારવાર માટે મથુરાદાસ માથુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

પરિવારનું કહેવું છે કે મૃત્યુના બે વર્ષ પછી પણ તેમની આત્માને મોક્ષ મળ્યો નથી, જેના કારણે આખો પરિવાર ચિંતિત છે. મૃતકના સંબંધીઓને કોઈએ કહ્યું કે તેની આત્મા હજુ પણ જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં છે. જ્યાંથી તે નીકળ્યા પછી જ મુક્ત થઈ શકશે. આ પછી આખો પરિવાર મૃતકની આત્મા લેવા જોધપુરની એમડીએમ હોસ્પિટલ પહોંચ્યો હતો. પરિવારની મહિલાઓએ હોસ્પિટલ પરિસરમાં પાણીનો છંટકાવ કર્યો હતો. ત્યાં એક વ્યક્તિ સળગતી જ્યોત સાથે દેખાઇ.

હોસ્પિટલમાં સળગતી જ્યોત સાથે પરિવારજનો વોર્ડમાં જવા લાગ્યા. આવી સ્થિતિમાં હોસ્પિટલના સુરક્ષાકર્મીઓએ તેને બહાર ભગાવી દીધા હતા. તે જ સમયે, હોસ્પિટલ મેનેજમેન્ટે પોલીસને તેની જાણ કરી. જે બાદ પરિવારના કેટલાક સભ્યોએ પરિસરની પ્રદક્ષિણા કરતી વખતે મંત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સાથે જ પરિવારની મહિલાઓ પાણીનો છંટકાવ કરતી જોવા મળી હતી. આ પછી આખો પરિવાર પોતાની કારમાં સળગતી જ્વાળા સાથે હોસ્પિટલ છોડી બ્યાવર જવા રવાના થયો હતો.

પરિવારના એક સભ્યએ કહ્યું, ‘બે વર્ષ પહેલા અમારા ભાઈનું આ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પણ તેનો આત્મા અહીં જ રહ્યો. તેથી તે મુક્ત થઈ શક્યો નહીં. અમે અહીં તેમનો આત્મા લેવા આવ્યા છીએ. હવે આત્મા લેવામાં આવ્યો છે, તેથી અમે પાછા જઈએ છીએ.

Niraj Patel