પત્નીનું સપનું હતું એરક્રાફ્ટ ખરીદવાનું, પતિએ કોરોનાકાળમાં વાપર્યો એવો જુગાડ કે 2 વર્ષમાં આખું પ્લેન જ બનાવી દીધું, જુઓ શાનદાર પ્લેનની તસવીરો

વાહ..આ ભારતીય દંપતીનું સાહસ અને સમજ તો જુઓ, યુટ્યુબ ઉપર જોઈને ઘરમાં જ બનાવી નાખ્યું એરોપ્લેન, ખર્ચ એટલો થયો કે માનવામાં પણ નહીં આવે

એવું કહેવાય છે કે દુનિયાથી કંઈક અલગ કરવા માટે તમારી અંદર સાહસ અને હિંમત જોઈએ. અને ભારતના લોકોમાં જોવા મળે છે. એટલે જ આપણા દેશમાં કોઈપણ સમસ્યા સામે પહોંચી વળવા માટે અલગ અલગ પ્રકારના જુગાડ હોય છે. ઘણા લોકો પોતાના જુગાડથી એવી એવી વસ્તુઓ બનાવે છે કે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. તો ઘણા ભારતીયો વિદેશમાં જઈને પણ આવા જુગાડ કરતા હોય છે અને દુનિયામાં આકર્ષણનું કેન્દ બને છે.

કોરોના સમયમાં ઘણા લોકોએ ઘરે બેઠા બેઠા ઘણું બધું અવનવું શીખ્યું. ઘણા લોકો પોતાની ક્રિએટિવિટીને બહાર લાવ્યા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા આવિષ્કારનું પણ સર્જન કર્યું. હાલ એક એવા જ પરિવારની કહાની સામે આવી છે, જેમને યુટયુબમાં જોઈને જ આંખે આખું શાનદાર પ્લેન બનાવી દીધું.

આ કામ આખા પરિવારે ભેગા મળીને કર્યું છે. જેમાં 38 વર્ષીય અશોકને આ કામમાં તેની પત્ની 35 વર્ષીય અભિલાષા દુબે ઉપરાંત 6 વર્ષની દીકરી તારા અને 3 વર્ષની દીકરી દિયાએ પણ મદદ કરી છે. અશોક એક કુશળ પાયલોટ છે અને એન્જીનીયર પણ છે. તેમને પોતાના પરિવાર સાથે મળીને આ પ્લેનને બે વર્ષમાં તૈયાર કર્યું.

મૂળ ભારતીય પરિવાર ઇંગ્લેન્ડના એક્સેક્સમાં રહે છે. તેમની પત્નીની એક એરક્રાફ્ટ ખરીદવાની ઈચ્છા હતી. પરંતુ તેને તે ના ખરીદી શકી. તો અશોકે પત્નીનું આ સપનું પૂર્ણ કરવા માટે જાતે જ એરક્રાફ્ટ બનાવવાનું નક્કી કર્યું. પરિવારે પણ તેમાં સહયોગ આપ્યો. તેમને યુટ્યુબમાંથી વીડિયો જોઈને આ ચાર સિટર એરક્રાફ્ટનું નિર્માણ કર્યું. વર્ષ 2020માં તેના પાર્ટ મંગાવ્યા અને કોરોના કાળમાં તેના ઉપર કામ શરૂ કરી દીધું.

એક તરફ જ્યાં કોરોના કાળમાં લોકો ઘરની અંદર બેસીને જમવાનું બનાવવા વીડિયો બનાવી રહ્યા હતા, તો કોઈ વર્કઆઉટના વીડિયો શેર કરતું અને કોઈ ડાન્સ વીડિયો શેર કરતુ ત્યારે આ પરિવાર પ્લેન બનાવવામાં લાગ્યો હતો. આ પ્લેન બનાવવા પાછળ તેમને 155,00 યુરો એટલે કે 1.57 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમને જણાવ્યું કે પૈસા આમ તેમન ખર્ચ થતા હતા તેના બદલે અમે આ પૈસાને પ્લેન બનાવવામાં ખર્ચ કર્યા.

અભિલાષાએ જણાવ્યું કે તે અને તેના પતિ ઓફિસનું કામ પૂર્ણ કર્યા બાદ આ કામ ઉપર લાગી જતા હતા. તેમને પોતાના બેક ગાર્ડનમા જ આ પ્લેન તૈયાર કર્યું. દિવસના 3 વાગ્યાથી લઈને ઘણીવાર રાત્રીના 9 વાગ્યા સુધી તેના ઉપર કામ કરતા હતા. હવે તે ઉનાળાની રજાઓમાં આ પ્લેન લઈને ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવશે.

Niraj Patel