તાપીમાં જીવતે જીવંત એક ના થઇ શક્યા પ્રેમી પંખીડા તો કર્યું મોતને વહાલું, હવે પરિવારજનોએ તેમના મૃત્યુ બાદ આ રીતે કરી તેમની ઈચ્છા પૂર્ણ.. આંખોમાં આંસુઓ લાવી દેશે

પ્રેમીપંખીડાએ લગ્ન માટે પરિવારજનોએ ના પાડતા આંબલીના ઝાડ સાથે લટકીને કરી લીધો હતો આપઘાત, હવે મૃત્યુના 5 મહિના બાદ પરિવારે કરાવ્યા લગ્ન, જાણો અનોખો મામલો

આજના સમયમાં ઘણા લોકો સાચો પ્રેમ કરવાના દાવા કરતા તમે જોયા હશે પરંતુ જયારે નિભાવવાનો સમય આવે છે ત્યારે તે સાથ છોડી દેતા હોય છે. તો ઘણી પ્રેમ કહાનીઓ એવી પણ હોય છે જેમાં ઘણા બધા બંધનો નડતા હોય છે અને તેના કારણે પણ તેમને અલગ થવું પડે છે, તો ઘણીવાર આવા પ્રેમી પંખીડા એક ના થઇ શકવાના કારણે આપઘાત જેવા પગલાં પણ ભરતા હોય છે.

આવી જ એક ઘટના સામે આવી હતી આજથી 5 મહિના પહેલા તાપી જિલ્લાના નિઝર તાલુકામાં સમાવેશ નેવાળા ગામમાંથી. જ્યાં પ્રેમી પંખીડાએ જુના નેવાળા ગામની સીમમાં આંબલીના ઝાડ ઉપર દોરડા વડે પોતે જ ગળે ફાંસો લઈને જીવન ટૂંકાવ્યું લીધું હતું. ત્યારે હવે તેમના નિધનના 5 મહિના બાદ તેમના પરિવારજનોએ બંનેને એક કરવા માટે અનોખું ઘામ કર્યું.

નેવાળા ગામના રહેવાસી 21 વર્ષીય ગણેશભાઈ દિપકભાઈ પાડવી અને 20 વર્ષીય રંજનાબેન મનીષ પાડવી બન્ને છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાથી જે બન્ને પ્રેમી પંખીડા પતિ પત્ની તરીકે રહેવા માટે નક્કી કરતા પ્રેમી ગણેશભાઈ અને પ્રેમિકા રંજનાબેન સાથે મોડી રાતે પ્રેમીના ઘરે ગયા પરંતુ પ્રેમીના પિતા દિપકભાઈ કરમસિંગભાઈ પાડવીને આ સંબંધથી ખુશ ન હતા. તેમના પુત્રને બન્નેના પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપતા પ્રેમી પંખીડાના મનમાં ખોટું લાગી આવ્યું હતું.

જેના બાદ તે ઘરેથી નીકળીને જુનાનેવાળા ગામની સીમ વિસ્તારમાં આવેલ ઉદ્દવહન સિંચાઈ યોજનાની ઓફિસની પાછળ આવેલ આંબલીના ઝાડની ડાળી ઉપર પ્રેમી પંખીડાએ દોરડા વડે  લટકીને આપઘાત કરી લીધો. ત્યારે હાલ હવે તેમના પરિવાર દ્વારા આદીવાસી પરંપરા મુજબ બંનેની મૂર્તિ સ્થાપી લગ્ન કરાવવામાં આવ્યા છે. આપઘાતમાં મૃત્યુ પામેલા યવક અને યુવતીની મૂર્તિ જેને આદિવાસી બોલીમાં પાટલી કહેવામાં આવે છે. પરિવારજનો દ્વારા યુવક અને યુવતીની પાટલી બનાવી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા.

Niraj Patel