જાણવા જેવું જીવનશૈલી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે

શું તમારા ઘરના દરેક વ્યક્તિને તમારી પરિસ્થિતિ વિશે ખબર છે? આ લેખ વાંચીને તમારા દિલની વાત જણાવજો

આપણે ત્યાં પરિવાર એટલે સર્વોપરી, પરિવારથી મોટું આજ સુધી ના કોઈ હતું ના કોઈ છે, આપણી ખુશી હોય કે દુઃખ, પરિવાર હંમેશા આપણી સાથે જ ઉભો રહેતો હોય છે. પરંતુ ઘણીવાર આપણે કેટલીક બાબતો આપણા પરિવારથી પણ છુપાવતા હોઈએ છીએ, આપણા પરિવારને કેટલીક બાબતો માટે અંધારામાં રાખીએ છીએ, શું એ યોગ્ય છે? આજ વાતનો જવાબ આપણે આ લેખ દ્વારા જાણીશું.

Image Source

જીવનમાં ઘણીવાર એવી મુસીબતો આવી જાય છે કે માણસને એકલા જ લડવાનો વારો આવે છે ત્યારે તે એમ વિચારે છે કે પોતાની પરિસ્થિતિને કોઈને જણાવવી નથી, તેની પાછળનું કારણ પરિવારની ચિંતા જ હોય છે, તે વ્યક્તિ નથી ઇચ્છતું કે તેનો પરિવાર પણ તેના માથે આવેલી મુસીબતનો ભોગ બને જેના કારણે તે વ્યક્તિ પોતાના પરિવારથી એ વાત છુપાવતો હોય છે.પરંતુ માથે આવેલી એ મુસીબતોમાં ત્યારે પરિવાર જ સાચી સલાહ અને સાચો રસ્તો બતાવતો હોય છે, આપણે ભલે એમ વિચારીએ કે પરિવારને તકલીફ આપવા માટે આપણે તેમને નથી જણાવવું પરંતુ તેમને જણાવવાથી મન પણ હલકું થાય છે અને તમને કોઈ દિશા સૂચન પણ મળે છે.

Image Source

એક યુવક પોતાના વ્યવસાયમાં ખોટ કરે છે, બજારમાંથી તે વ્યાજે પૈસા લઈને ઘણા જ મોટા કર્જમાં ફસાઈ પણ જાય છે, પરંતુ આ બાબત તે પોતાના પરિવારને જણાવતો નથી, તે જયારે ઘરે જતો ત્યારે ઘરના સભ્યો આગળ તે કઈ જ થયું નથી એમ જ બતાવ્યા કરતો, પરંતુ તે દેવામાં ડૂબતો ગયો કે એક દેવું પૂરું કરવામાં બીજા દેવામાં સપડાઈ જતો એમ ને એમ જ પરિસ્થિતિ વધારે ખરાબ થતી ગઈ અને એક દિવસ આ બધામાંથી મુક્તિ મેળવવા માટે તેને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો ત્યારે તેના પરિવારને સાચી હકીકત ખબર પડી. તેના પરિવારે એજ સમયે પોતાની થોડી મિલકત વેચી દઈને તેનું બધું જ દેવું ચૂકતે કરી દીધું. ત્યારે મોતને ભેટવા ગયેલા તે યુવાનને સાચી સમજ પડી કે જો તેને પહેલા જ પોતાના પરિવાર સામે પોતાની વ્યથા જણાવી દીધી હોત તો આજે આ સમય ના આવતો, ઘણા લોકો આ કારણથી જ પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે, એ આપણે પણ જોયું જ હશે.

Image Source

ઘણા એવા લોકો પણ હોય છે કે તેમનાથી ઘણીવાર એવી ભૂલો પણ થઇ જાય છે કે તે પરિવાર સામે સ્વીકારી શકતા નથી અને પરિવારથી જ છુપાવે છે, પરંતુ જયારે પરિવારને તેમની એ ભૂલોની જાણ થાય છે ત્યારે પરિવારમાં પણ મનદુઃખ થતું હોય છે, પરંતુ જીવનમાં નાની મોટી ભૂલ તો દરેક વ્યક્તિથી થતી જ હોય છે, જો એ ભૂલનો સ્વીકાર તમે એ જ સમયે તમારા પરિવાર પાસે કરી દેશો તો જીવનમાં પણ ક્યારેય તમારે મુસીબત નહીં આવે. અને ભવિષ્યમાં પણ તમે તમારા પરિવાર સાથે બધી જ વાતો વહેંચી શકશો.

Image Source

પરિવારના સભ્યોને માત્ર સભ્યો જ ના સમજતા એક મિત્રની જેમ રહેવા લાગો તો જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં થાય, તમારાથી જ પરિવાર છે અને પરિવારથી જ તમે, તો જીવનમાં નાની મોટી ભૂલો થવાની, તકલીફો અને દુઃખો પણ આવવાના જ છે તો પરિવારથી ભલે તમે એ બધું છુપાવી લેશો પરંતુ જો તમે જણાવી દેશો તો તમને સાચી સલાહ અને સાચી દિશા પરિવાર દ્વારા જ મળશે, તમારી મુશ્કેલીનો અંત પણ તમારા પરિવારમાંથી જ નીકળશે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.