દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

અભણ સાસુ અને 10 પાસ સસરાએ પોતાની વહુ માટે કર્યું કંઈક એવું, કે જેના કારણે આજે વહુ બની ગઈ છે IAS

આજે વધારે પડતા દીકરીઓને ભણાવવા નથી માંગતા. પરંતુ આજે ઘણા અંશે એવા લોકો પણ હોય છે જે દીકરીઓને ભણાવે છે. ત્યારે આજે એક અનોખો કિસ્સો  સામે આવ્યો છે. જેમાં માતા પિતા તો દીકરીઓને ભણાવતા જ હોય છે. પરંતુ સાસુ સસરાએ પુત્રવધૂને  ભણાવી સમાજને અમોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Image Source

અભણ સાસુએ અને દસ ભણેલા સસરાએ વહુના હોંસલાને બુલન્દ કરી દીધો હતો.તો  વહુએ પણ સમાજનું નામ રોશન કર્યું હતું. કમલા નગરના શાંતિ નગરમાં રહેતા મંજુ અગ્રવાલે બાળકોને તો ભણાવ્યા પણ સાથોસાથ વહુને પણ આઈએએસ બનાવી હતી. તો વહૂ અદિતિએ પણ પહેલા પ્રયાસમાં જ આઇએએસની પરીક્ષા પાસ કરી હતી. અદિતિએ આ સફળતાનું કારણ તેના સાસુ મંજુ અગ્રવાલ, સસરા રાજીવ અગ્રવાલ અને પતિ નિશાંત અગ્રવાલ છે.


ગાઝિયાબાદના મોડી નગરમાં દયાવતી પબ્લિક સ્કૂલમાં 12મુ  ધોરણ ભણનારી અદિતિએ જણાવ્યું હતું કે, કોલેજના એ સમયે મિત્રો પાસેથી પ્રેરણા મળી હતી. અદિતિએ કોલેજ પાસે બનાવવામાં આવેલા ગંદા નાણાંમાં રહેવાવાળા માત્યે ફેંસલોઃ કર્યો હતો. એપીકે સ્કૂલ ઓફ આર્કિટેક્ટ એન્ડ પ્લાંનિંગ ગ્રેટર નોઈડામાંથી બીઆર્કનો અભ્યાસ કર્યો હતો. 2015માં અદિતિના લગ્ન આગરામાં નિશાંત અગ્રવાલ સાથે થયા હતા. ત્યારબાદ આઈએએસની તૈયારી શરૂ કરી હતી. અદિતિએ પહેલા જ પ્રયાસમાં જ સફળતાની સીડી પ્રાપ્ત થઇ ગઈ હતી.

અદિતિએ આઇએએસની પરીક્ષામાં 282માં નંબર હાંસિલ કર્યો હતો. અદિતિએ આ બાબતે જણાવ્યું હતું કે, સિવિલ પરીક્ષામાં બેસવા માટે પરીક્ષાર્થીનું બેઝિક મજબૂત હોવું જોઈએ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks