અજબગજબ

ચુલ્હા અને ગેસ વગર જ માત્ર ઠંડા પાણીમાં બફાઈ જાય એવા એક ખેડૂતે ઉગાવ્યાં ચમત્કારિક ચોખા

મોટાભાગે આપણે ગૃહિણીઓને ભાત બનવાતી વખતે ગરમ પાણીની અંદર ચોખા નાખતા જોયા હશે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જો ચોખા ઠંડા પાણીની અંદર જ બફાઈ જાય તો? ના ગેસની ચિંતા ના ચૂલ્હો સળગાવવાની જરૂર. પરંતુ આવું થવું એક ચમત્કાર જેવું લાગે. પરંતુ આ ચમત્કાર એક ખેડૂતે કરી બતાવ્યો છે.

Image Source

આ કમાલ કર્યો છે બિહારના ચંપારણના હરપુરા ગામમાં રહેવા વાળા 64 વર્ષીય ખેડૂત વિજય ગીરીએ. અને આ ચમત્કાર કરીને વિજય ગિરી દેશના લાખો ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી વિજય ગીરી ખેતીની અંદર નવતર પ્રયોગો કરતા રહે છે.

Image Source

સૌથી પહેલા તેમને રાસાયણિક ખેતી છોડીને જૈવિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. જેમાં તે ના ફક્ત સામાન્ય પાક પરંતુ બાગાયતી પાક પણ કરતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેમને પોતાની અને પોતાના તરફની ખેતીને એક અલગ દિશા આપી છે. તે હવે કાળા ઘઉં, કાળા ધાન અને મેજીક ધાનની ખેતી કરે છે.

Image Source

વિજય ગીરીએ એક એકરની અંદર મેજીક ધાનની ખેતી કરી હતી. ચોખાનો આ પ્રકાર આસામમાં પ્રચલિત છે. જેને ત્યાં Gl Tag પણ મળ્યો છે. આ ધાનની ખાસિયત એ છે કે આ ચોખાને કોઈપણ રસોઈમાં ગેસ અને ચુલ્હા ઉપર બાફવાની જરૂર નથી રહેતી. આ ચોખાને સાદા પાણીની અંદર 45-60 મિનિટ રાખવાથી જ તે તૈયાર થઇ જાય છે. અને જમવામાં પણ સામાન્ય ચોખા જેવા જ લાગે છે.

આ ચોખાની અંદર કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે.વિજય ગીરીના જણાવ્યા પ્રમાણે “આ ધાન પુરથી પ્રભાવિત ક્ષેત્રો માટે યોગ્ય છે કારણ કે આ પૂરની અંદર વહેતા નથી. તેની દાંડી મોટી હોય છે. જેના કારણે તેની પ્રતિરોધક ક્ષમતા વધારે હોય છે. એટલું જ નહીં ધાનમાંથી ચોખા અલગ કર્યા બાદ ખેડૂત તેનાથી છાપરા જેવું પણ બનાવી શકે છે. આ ચોખા ખાસ દુર્ગમ ક્ષેત્રોમાં સૈનિકો માટે અને આપદા દરમિયાન સામાન્ય લોકો માટે પણ ખુબ જ સારો વિકલ્પ બની શકે છે.”