ખબર

તંત્રની ઘોર બેદરકારી આવી સામે, પેસેન્જર ભરેલી રીક્ષા મુખ્ય રસ્તા ઉપર જ ગાબડું પડતા 25 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગઈ

ચોમાસાની અંદર આપણે ઠેર ઠેર રસ્તાની અંદર ગાબડાં પડતા જોઈએ છીએ, જેના કારણે ઘણા લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે, પરંતુ શિયાળાની અંદર પણ ગાબડાં પાડવાની એક ઘટના સામે આવી છે જેમાં રસ્તા ઉપર 25 ફૂટનું ગાબડું પડી જતા પેસેન્જર ભરેલી રીક્ષા તેમાં ખાબકી ગઈ હતી.

Image Source

 

આ ઘટના બની છે રાજસ્થાન જયપુરની અંદર. જયપુરના મુખ્ય રસ્તા ચૌમુ હાઉસ સર્કલ પાસે જ અચાનક જ રસ્તો ઘસી પડ્યો હતો અને તેમાં મોટો ખાડો બની ગયો હતો. તે જ સમયે ત્યાંથી પસાર થઇ રહેલી ઓટો રીક્ષા ખાડામાં પડી ગઈ હતી.

Image Source

આ રોડ રાજ્યના સચિવાલયથી ફક્ત એક જ કિલોમીટર દૂર હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ખાડો 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો હતો. આ ઘટનાની અંદર રીક્ષા ડ્રાઈવર અને તેમાં બેઠેલી એક મહિલા ઘાયલ થઇ ગયા હતા. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

નગર નિગમના એક અધિકરીના જણાવ્યા અનુસાર અંદર સીવેજ લાઈનમાં લીકેજના કારણે રસ્તો ખોખલો બની ગયો હતો અને પરિણામ સ્વરૂપે આ દુર્ઘટના ઘટી હતી. તેમને જણાવ્યું કે રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ બધા વચ્ચે ત્યાં અવર-જ્વર બંધ કરવામાં આવી છે.

Image Source

આ ઘટના બાદ મોટી સંખ્યામાં આસપાસના લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને રીક્ષા ડ્રાઈવર અને મહિલાને બહાર કાઢવાના પ્રયાસો કરવા લાગ્યા. ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસને પણ જાણ કરી.દુર્ઘટનાની તરત બાદ ત્યાં સુરક્ષા ગાર્ડ અને કેટલાક રીક્ષા ડ્રાઈવર પણ પહોચિ ગયા. તે બધાએ મળીને દોરડા દ્વારા મહિલા અને રીક્ષા ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.