સૌથી ભયાનક અકસ્માત: યમુનોત્રી જતી બસ ઊંડી ખીણમાં પડી…10-20 નહિ પણ આટલા યાત્રીના દુઃખદ મૃત્યુ થયું

આજે રવિવારે ખુબ જ દુઃખદ સમાચાર આવ્યા છે, ઉત્તરાખંડના (Uttarakhand) ઉત્તરકાશીમાં (Uttarkashi) દમતા અને નૌગાંવ વચ્ચે રિખાઓન ખાડ નજીક પેસેન્જર ભરેલી બસ ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં 22 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ત્યાં ઘણા શ્રદ્ધાળુઓ ખુબ જ ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા પંચાયતના સભ્ય હાકમ સિંહ રાવત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

બચાવ માટે પોલીસ અને SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મળતી માહિતી મુજબ, બસ યમુનોત્રી તરફ જઈ રહી હતી, જે દમતા અને નૌગાંવ વચ્ચે રિખાઓન ખાડ પાસે બેકાબૂ બનીને ખાડીમાં પડી ગઈ. બસ લગભગ 500 મીટર ઉંડી ખીણમાં પડી હતી. હાકમ સિંહ રાવતે જણાવ્યું કે બસમાં લગભગ 30 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના લોકોની હાલત નાજુક છે.

MP સ્ટેટના પન્ના જિલ્લાના 28 શ્રદ્ધાળુઓને લઈને જતી બસ ઉત્તરકાશી જિલ્લાના દમતા પાસે ખીણમાં પડી ગઈ હતી. ઘણી લાશ બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ઘણા ઘાયલ લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ડીજીપી અશોક કુમારે આ માહિતી આપી છે.

મુસાફરોને લઈ જતી બસ દમતા પાસે અથડાઈ હતી. ઘાયલોને બચાવવામાં આવી રહ્યા છે. SDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે. UK ના DGP અશોક કુમારે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે MP ના પન્નાથી 28 લોકો બસમાં યમુનોત્રી જઈ રહ્યા હતા. આ સમયે બસ ખીણમાં ખાબકી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.

આ સિવાય અન્ય લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટના બાદ એસડીઆરએફ, પોલીસ અને અન્ય વહીવટી અધિકારીઓ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ડામટામાં જેવી બસ ખીણમાં પડતા આ ઘટનાના હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. માસુ શ્રદ્ધાળુઓ આક્રંદ કરતા હતા. આ દર્દનાક દ્રશ્યો જોઈ સ્થાનિક લોકો પણ બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. આ ઘટના પછી આપણા ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસ ખાઈમાં પડ્યાની માહિતી અત્યંત દુઃખદ છે.

મે CM પુષ્કર ધામી જી સાથે વાત કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને SDRFની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. NDRFની ટીમ પણ ટૂંક સમયાં સ્થળ પર પહોંચી રહી છે.

YC