સુરત: રવિવારે પરિવાર જમીને શાંતિથી સુઈ ગયો અને અચાનક એવું થયું કે 1 વર્ષીય બાળકીનું થયું હતું મોત

હે ભગવાન…!!! ખુબ જ દર્દનાક મૃત્યુ મળ્યું આ 1 વર્ષની ફૂલ જેવી દીકરીને…જાણો સમગ્ર મામલો

સુરતના પાંડેસરના સરસ્વતી ભેસ્તાન આવાસમાં સૂઇ રહેલ પરિવાર પર સિલિંગના પોપડા તૂટી પડ્યા હતા જેને કારણે માતા-પિતા અને એક માસૂમ બાળક ઘાયલ થવાની ઘટના સામે આવી છે. આટલુ નહિ પરંતુ 1 વર્ષની બાળકીને હોસ્પિટમાં લઇ જતા ડોક્ટરોએ મૃત ઘોષિત કરી હતી.

લગભગ 7-8 વર્ષ જુના આવાસમાં ઘણીવાર પોપડા પડવાની ઘટના બાદ પરિવારે આરોપ લગાવ્યો છે કે, બેજવાબદાર બનેલા પાલિકાના અધિકારીઓના પાપે માસુમનો જીવ ગયો છે. આ પરિવાર ભાડા પર રહેતો હતો. ઉલ્લેખનીય છે કે, માતા-પિતાને પ્રાથમિક સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે

Image source

પરંતુ તેમને દીકરીના મોતની જાણ ન કરવામાં આવી હોવાનું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યુ છે. આ ઘટના રવિવારની મધરાત્રે બની હતી અને ઘટના બાદ લોકોમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે.

પાંડેસરા ભેસ્તાન સ્થિત આવાસમાં આ પરિવાર સૂઇ રહ્યો હતો અને તે જ સમયે અચાનક આવાસની એક બિલ્ડિંગના મકાનની સિલિંગના પોપડા તૂટી પડતા માતા-પિતા અને માસુમ બાળકી ગંભીર રીતે ઘાયલ થયા હતા. તે બધાને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સિયા એટલે કે માસૂમ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. બાળકીના પિતા ટેમ્પો ચાલક હોવાનું પણ સામે આવ્યુ છે.

Image source

પરિવારના સભ્ય દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આ 4-5મી ઘટના છે. વારંવાર પાલિકાને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી થતી નથી. પાલિકાની બેજવાબદારીને કારણે જ માસુમનો જીવ ગયો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મૃતકના નાનાએ જણાવ્યું હતું કે, જયાં સુધી ફરિયાદ દાખલ નહી થાય ત્યાં સુધી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે નહીં સ્વીકારીએ.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ સુરતના ગોલવાડ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાહી થયું હતું જેમાં એક નાનું બાળક અને એક સ્ત્રીને ઈજા પહોંચી હતી. ત્યારે સુરતમાં બે દિવસમાં આ પ્રકારની બે ઘટનાઓ સામે આવી છે. ત્યારે મનપા દ્વારા આવી બિલ્ડિંગમાં જીવના જોખમે જીવતા લોકો માટે આળસ ખંખેરી યોગ્ય પગલા ભરે તે ખુબ જ જરૂરી બન્યું છે.

Shah Jina