તુનિશા શર્માના અંતિમ સંસ્કાર ન જોઇ શકી શીઝાન ખાનની બહેન ફલક નાઝ, ધ્રુસકેને ધ્રુસકે રડતા રડતા ભાગી…જુઓ વીડિયો

તુનીષા શર્માએ ગત શનિવારે 24 ડિસેમ્બરે ટીવી શો અલી બાબા દાસ્તાન-એ-કાબુલના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 27 ડિસેમ્બરે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે તુનિષાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તુનીષાના એક્સ બોયફ્રેન્ડ અને આ કેસમાં આરોપી બનાવાયેલા શીઝાનની માતા અને બહેન ફલક નાઝ પણ અંતિમ સંસ્કારમાં પહોંચી હતી.

સોશિયલ મીડિયા પર શીઝાનની બહેન ફલક નાઝનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ધ્રુસકેને ધ્રુસકે રડતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળે છે કે સ્મશાન પર પહોંચેલી ફલક રડતા રડતા અચાનક બેકાબૂ થઈ જાય છે અને ત્યારે તેની માતા તેની સંભાળ લે છે, પરંતુ તે રડતી રડતી સ્મશાનમાંથી નીકળી જાય છે. તે તુનિષાના અંતિમ સંસ્કાર જોઇ શકતી નથી.

વીડિયોમાં શીઝાનની બહેન અને માતા બંને ખૂબ જ ભાવુક જોવા મળી રહ્યા છે. ફલકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો તુનીષા શીઝાનની બહેન ફલક સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરતી હતી. તુનિષાએ ત્રણેક અઠવાડિયા પહેલા જ ફલક સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ શેર કરી હતી.

જે જોઇને લાગે છે કે બંને એકબીજાની ખૂબ જ નજીક હતા. તુનિષાની એક પોસ્ટ છે જેમાં તેણે ફલક માટે બાજી (બહેન) લખ્યુ છે. શીઝાન ખાનની બહેનોએ મંગળવારે એક નિવેદન જારી કર્યુ હતુ,. જેમાં તેમણે કહ્યું – દરેક વ્યક્તિ વાર્તાની બીજી બાજુ જાણવા માટે જેટલા આતુર છે, અમે પણ એટલા જ આતુર છીએ,

પરંતુ અત્યારે અમે ઇચ્છીએ છીએ કે તમે આ ગંભીર પરિસ્થિતિમાં અમને ગોપનીયતા આપો. આ સમયે બંને પરિવાર પીડિત છે. અમને ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે. અમારા મૌનને અમારી નબળાઈ ન સમજો, અમે યોગ્ય સમયે બોલીશું.

Shah Jina