સરકારી પરીક્ષામાં પાસ ન થતા આ મહિલાએ ચાલુ કાર્ય મોટા મોટા કાંડ, સાંભળીને મગજ ભમી જશે

આજે લોકો પૈસા કામવાવ માટે ખુબ જ મહેનત કરતા હોય છે તો ઘણા લોકો પોતાના દિમાગનો ઉપયોગ કરીને પૈસા કમાવવાની નવી નવી રીતો શોધી કાઢે છે અને લોકોને લૂંટવાનું પણ શરૂ કરી દે છે. જો કે તેમની આ ચાલાકી લાંબો સમય ચાલતી નથી અને તે જેલના સળિયા પાછળ પણ ધકેલાઈ જતા હોય છે. તમે ઘણીવાર ઘણા લોકોને નકલી પોલીસ બનીને ફરતા જોયા હશે જે લોકો પાસેથી રૂપિયા પડાવતા હોય છે. પરંતુ હાલ એક એવો મહિલા ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવી છે જે નકલી મહિલા અધિકારી બનીને લોકોને છેતરતી હતી.

છેતરપિંડીનો આ કિસ્સો મધ્યપ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાંથી સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. જેમાં એક નકલી SDM ક્રાઈમ બ્રાન્ચની ટીમના હાથે ઝડપાઇ છે, જેણે પોતે PSC ક્લિયર ન કર્યા પછી નકલી ઓફિસર બનીને લોકોને છેતરવાનું શરૂ કર્યું હતું. વેપારીની ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ નકલી એસડીએમની ધરપકડ કરી છે. આ ઉપરસ્ત પોલીસ હવે આ નકલી એસડીએમની પૂછપરછ કરીને મામલાની તપાસ કરી રહી છે.

આ મામલાની માહિતી આપતા પોલીસ અધિકારીઓએ કહ્યું કે, અમને એક વ્યક્તિ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે, એક મહિલા પોતાને એસડીએમ જણાવીને તેની દુકાનમાં ખરીદી કરી રહી છે, અને પૈસા નહોતી આપી રહી. આ પછી તેમના દ્વારા ખબર પડી, તો જાણવા મળ્યું કે આ એક નકલી ગેંગ છે, ત્યારબાદ અમે કેસ જોયો, પછી વધુ પૂછપરછમાં ખબર પડી કે એવા ઘણા લોકો છે જેઓ અલગ-અલગ કારણોસર શિકાર બન્યા છે. તેમની પાસેથી પૈસા લઈને તેમને છેતરવામાં આવ્યા છે અને આ રીતે આ મહિલા પોતાની જાતને એસડીએમ ગણાવીને ઓપરેટ કરી રહી છે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પ્રાથમિક પૂછપરછમાં એ વાત સામે આવી છે કે, તે પોતે SDM બનવા માંગતી હતી, પરંતુ તેમાં નિષ્ફળતા બાદ તેણે આવું ડ્રામા રચ્યું હતું. મહિલા પાસે અલગ-અલગ પ્રકારના પત્રો મળી આવ્યા છે, જેમાં તે પોતાને SDM બતાવીને પત્રો જારી કરી રહી છે, જે સંપૂર્ણ રીતે નકલી છે. મહિલાએ જુદા જુદા વિભાગના નામે પત્રો બનાવી છેતરપિંડીનો ગુનો આચર્યો છે.

થોડા દિવસો પહેલા ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી, જેમાં નીલમ નામની મહિલા દ્વારા છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલા એટલી હોશિયાર હતી કે, અનેક બનાવટી દસ્તાવેજો બનાવીને લોકો પાસેથી નોકરી અપાવવાના નામે છેતરપિંડી આચરવાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ સાથે કાપડના વેપારી પાસે પણ મહિલા દ્વારા છેતરપિંડી પણ કરવામાં આવી હતી, જ્યારે જુદા જુદા વિભાગોમાં નકલી પત્રો આપીને નોકરી અપાવવાની ઘટના પણ સામે આવી છે.

Niraj Patel