ખબર જાણવા જેવું

અરે બાપ રે ! જો તમે કરો છો સેનેટાઇઝરનો ઉપયોગ તો સાવધાન ! થઇ શકે છે આ ખતરનાક બીમારી, જાણો

કોરોના સંક્રમણથી બચાવ માટે જો તમે કોઇ સસ્તુ હેંડ સેનેટાઇઝર ખરીદી રહ્યા છો અથવા તો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન રહો, આ સસ્તુ સેનેટાઇઝર તમને નુકશાન પહોંચાડી શકે છે. આજે કોરોના સંક્રમિત વ્યક્તિઓમાં વધતા બ્લેક ફંગસના મામલામાં આ સેનેટાઇઝરની ભૂમિકા નજર આવી રહી છે.

કોરોનાથી બચવા માટે ઉપયોગમાં લેવાતા સસ્તા હેંડ સેનેટાઇઝર તમારા માટે ઘાતક સિદ્ધ થઇ શકે છે. કોરોના સંકટ વચ્ચે વધી રહેલ બ્લેક ફંગસના કેસમાં આ સેનેટાઇઝરની ભૂમિકા નજર આવી રહી છે. એક રિસર્ચમાં સામે આવ્યુ છે કે, બ્લેક ફંગસ માટે સ્ટેરોયડ ઉપરાંત ધૂળના કણ અને બજારમાં મળનાર નકલી સેનેટાઇઝર પણ જવાબદાર છે. સસ્તા સેનેટાઇઝરમાં મેથેનોલની માત્રા જરૂર કરતા ઓછી હોય છે.

IIT-BHUમાં સિરામિક એંજીનિયર વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર પ્રિતમ સિંહે અમર ઉજાલા સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ કે, જયારે આપણે આ સ્પ્રે સેનેટાઇઝરને આપણા ચહેરાની આસપાસ લઇ જઇ છંટકાવ કરીએ તો થોડા માત્રામાં તે આપણા નાક અને આંખમાં પણ જતો રહે છે. તેનાથી ત્યાંના રેટિના સહિત આંખો અને નાકની કોશિકાઓ મૃત થઇ જાય છે. આ સેનેટાઇઝરમાં 5 ટકા આસપાસ મેથેનોલ હોય છે જે બ્લેક ફંગસના ઉગવાનું વાતાવરણ તૈયાર કરે છે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, અહીં પ્રોટીલિસિ પ્રક્રિયા થાય છે એટલે કે પ્રોટીનના લિક્વિડ નીકળવા લાગે છે અને સૂકેલા અર્થાત મૃત પ્રોટીન આપસમાં ઝડપથી જોડાવા લાગે છે. તે બાદ ફંગસ બનવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જો આપણી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય અથવા તો તે કમજોર થઇ તેવી જ બ્લેક ફંગસનો પ્રભાવ દેખાવા લાગે છે.