રોજના 500 રૂપિયામાં કામ કરતી હતી નકલી પોલીસ, આ શું થઇ રહ્યુ છે આપણા દેશમાં ? આ કાળા ધંધાને આપવામાં આવી રહ્યો હતો અંજામ

આ શું થઇ રહ્યુ છે આપણા દેશમાં ? પકડાયુ નકલી પોલિસ સ્ટેશન,

હાલમાં જ એવી ખબર આવી હતી કે બિહારના બાંકામાં બુધવારના રોજ પોલિસે છાપેમારી કરી શહેરના અનુરાગ ગેસ્ટ હાઉસમાં ચાલતા નકલી પોલિસ સ્ટેશનનો પર્દાફાશ કર્યો હતો. છાપેમારીમાં પોલિસે નકલી વર્દીમાં એક યુવક અને યુવતિની પણ ધરપકડ કરી છે. નકલી પોલીસ ઓફિસર બનેલી યુવતી અનિતા દેવી પાસેથી દેશી કટ્ટો પણ મળી આવી છે. તેમણે કહ્યું કે આ કટ્ટો તેને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા શીખવા માટે આપવામાં આવ્યો હતો.

તેણે દાવો કર્યો હતો કે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કહેવા પર તેને પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. નકલી પોલીસ સ્ટેશનમાં સ્ક્રાઇબ તરીકે કામ કરતા ફુલીદુમારના લોઢિયા ગામના રહેવાસી રમેશ કુમાર અને સુલતાનગંજના ખાનપુરની રહેવાસી જુલી કુમારીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ભાગલપુર જિલ્લાના ખાનપુરના રહેવાસી આકાશ કુમારની પણ પોલીસ વર્દી અને અન્ય ઘણા દસ્તાવેજો સાથે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તમામ આરોપીઓએ જણાવ્યું કે,

તેઓ તેમના વરિષ્ઠ અધિકારી ભોલા યાદવના નિર્દેશ પર કામ કરી રહ્યા હતા. આરોપી ભોલા યાદવ ફૂલીદુમાર વિસ્તારનો રહેવાસી છે.આરોપીઓએ જણાવ્યું કે તેઓ કામના બદલામાં રોજીંદા 500 રૂપિયા મેળવતા હતા. પોલીસે ગેસ્ટ હાઉસમાંથી તેમના ખાનગી રસોઈયાની પણ ધરપકડ કરી છે અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ મામલાને લઈને એસડીપીઓએ જણાવ્યું કે નકલી પોલીસ ગેંગ ચલાવનાર મુખ્ય ગેંગસ્ટર હજુ પણ ફરાર છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.

છેલ્લા 8 મહિનાથી આ નકલી પોલીસ સ્ટેશન એક્ટિવ હતું અને આના વિશે કોઈને જાણ જ નહોતી. જો કે, એક ગુપ્ત માહિતીના આધારે પોલીસ ગુનેગારને પકડવા ગઈ અને દરોડો પાડ્યો ત્યારે બાંકા ગેસ્ટ હાઉસની સામેના રસ્તા પર એક અજાણી મહિલા અને એક યુવક પોલીસ ડ્રેસમાં દેખાયા. જે બાદ શંકાના આધારે પૂછપરછ કરવામાં આવતા નકલી પોલીસ સ્ટેશનનો આખો ખેલ સામે આવ્યો.

Shah Jina