વડોદરામાંથી ઝડપાયો નકલી PMOનો સલાહકાર, કરોડો રૂપિયાનો લાગવ્યો હતો ચૂનો, CBIએ કરી નાખ્યો આ ઠગનો ભંડાફોડ, જુઓ
Fake PMO advisor caught from Baroda : છેલ્લા ઘણા સમયથી PMOના નકલી અધિકારી બનીને છેતરપિંડી કરી રહેલા કિરણ પટેલ સતત ચર્ચામાં હતો. ત્યારે હાલ વડોદરામાંથી વધુ એક ઠગનો મામલો સામે આવ્યો છે. જે પીએમઓનો નકલી અધિકારી બનીને અન્ય ગુજરાતીઓ સાથે ઠગાઈ કરતો હતો. આ ઠગનું નામ છે મયંક તિવારી અને તેની સામે સીબીઆઈમાં ફરિયાદ પણ નોંધવામાં આવી હ્ચે. સીબીઆઈ દ્વારા મયંક તિવારીનું કારસ્તાન પણ ખુલ્લું પાડવામાં આવ્યું છે.
16 કરોડથી પણ વધુની રકમનો મામલો :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મયંક તિવારીએ ચેન્નાઇની અગ્રવાલ હેલ્થ કેર લિમિટેડ હોસ્પિટલના ડોક્ટર અગ્રવાલને ઇન્દોરમાં આંખની હોસ્પિટલ શરૂ કરવા માટે રોકાણ કરવા માટે આપવામાં આવેલા 16 કરોડથી પણ વધુની રકમ પરત આપી નહોતી અને એટલું જ નહિ તે પીએમઓના નામ પર ધમકીઓ પણ આપતો હતો. જેના બાદ વડોદરામાં રહેતા મયંક તિવારી વિરુદ્ધ સીબાઇમાં ફરિયાદ થતા ગુન્હો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોતે PMOનો સલાહકાર હોવાનો દાવો :
ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલ છે. આરોપી મયંક તિવારીએ ડો. પ્રણય કુમાર સિંહ અને ડો. સોનુ વર્મા વતી ડો. અગ્રવાલને “મામલો પતાવવા” માટે ઘણા મેસેજ મોકલ્યા હતા. તેને નકલી PMO અધિકારી બનીને ડો. અગ્રવાલ આંખની હોસ્પિટલના CEOને મોકલેલા મેસેજમાં લખ્યું હતું કે, “મેં તમને પરસ્પર સંમતિથી મામલો ઉકેલવા વિનંતી કરી હતી અને તે તમારા પર નિર્ભર છે કે તમે આ મામલાને કેવી રીતે હેન્ડલ કરો છો.”
હોસ્પિટલ સાથે છેતરપીંડી :
આ મામલે સીબીઆઈમાં થયેલી ફરિયાદના આધારે જણાવ્યું કે તિવારીએ પોતાને PMOમાં સરકારી સલાહકારોનો ડિરેક્ટર તરીકે ગણાવ્યો હતો અને તેના આ આધારે તે લોકોને ધમકાવતો પણ હતો. સીબીઆઈએ પીએમઓમાં તપાસ કરતા કહેવામાં આવ્યું કે આ નામની કોઈ વ્યક્તિ પીએમઓમાં કામ કરતી નથી. તમને જણાવી દઈએ કે ડો. અગ્રવાલની ભારત અને વિદેશમાં 100 થી વધુ આંખની હોસ્પિટલ છે. ડો. અગ્રવાલે વિનાયક આઈ હોસ્પિટલ, ઈન્દોરના એમડી ડો. પ્રણય અને અન્યો સાથે વેપારી સોદો કર્યો હતો.