મનોરંજન

બાપ રે…આ શું? અંડરવર્લ્ડ ડોનસાથે હાથ મળાવી રહ્યા છે અમિતાભ? દીકરા અભિષેકે જણાવી હકીકત

હાલ સોશિયલ મીડિયાનું ચલણ ખુબ જ વધ્યું છે ત્યારે ઘણી જૂની ઘટનાઓ પણ આ સમયે ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લોકો તો હકીકત જાણ્યા વગર જ તેને એકબીજા સાથે શેર કરવા લાગી જાય છે. એવું જ કંઈક બન્યું છે અમિતાભ બચ્ચનની એક જૂની તસ્વીર સાથે.

Image Source

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી એક તસ્વીરમાં અમિતાભ બચ્ચન એક વ્યક્તિ સાથે હાથ મિલાવતા નજર આવી રહ્યા છે. હવે આ તસ્વીરને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે વ્યક્તિ સાથે અમિતાભ હાથ મિલાવી રહ્યા છે તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ છે.

Image Source

વાયરલ થઇ રહેલી આ તસ્વીરમાં એક કેપશન પણ શેર થઇ રહ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે: “સંબંધમાં હું તારો બાપ થાઉં છું, પણ હું તારો ગુલામ છું. દાઉદ ઇબ્રાહિમ અને અમિતાભ બચ્ચનની જૂની તસ્વીર વાયરલ થઇ રહી છે. ત્યારે જ તો જયા બચ્ચન બૉલીવુડમાં ડ્રગ્સ કનેક્શન ઉપર ભડકી ઉઠી, Same on Amitabh Bachhan  !”

Image Source

ત્યારબાદ અભિષેકે ટ્વીટર ઉપર ટ્વીટ કરીને લોકોને જવાબ આપ્યો છે. અભિષેકે લખ્યું છે કે: “ભાઈ સાહેબ, આ તસ્વીર મારા પિતાજી અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી શ્રી અશોક શંકરરાવ ચૌહાણની છે.” તો જે વ્યક્તિએ અભિષેકને જણાબ આપ્યો હતો તેને સોશિયલ મીડિયા ઉપરથી પોતાની પોસ્ટ ડીલીટ કરી નાખી.

સંસદની અંદર જયા બચ્ચને કોઈના નામ લીધા વિના જ કંગના રનૌત અને બીજેપી સાંસદ રવિ કિશન ઉપર ડ્રગ્સ મામલામાં બોલીવુડને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સ બચ્ચન પરિવારને પોતાનું નિશાન બનાવી રહ્યા છે. લોકો અમિતાભ બચ્ચનના આખા પરિવારને ટ્રોલ કરી રહ્યા છે.

Image Source

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલી આ તસ્વીર દાઉદ અને અમિતાભની નહિ પણ અશોક ચૌહાણની છે. ફોટો ઘણો જૂનો હોવાના કારણે લોકો તેને દાઉદ સાથે સરખાવી રહ્યા છે.