રોજ હળદર-લીંબુનું સેવન કરવાથી બચી શકાય છે કોરોના વાયરસથી, જાણો વાયરલ થઇ રહેલા આ દાવાની હકીકત

0

વિશ્વભરમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 7 હજારથી વધુ થઇ ચુકી છે. જયારે 1 લાખ 99 હજાર લોકો આની ઝપેટમાં આવી ચુક્યા છે. હજુ સુધી વિશ્વના વૈજ્ઞાનિકો આ વાયરસની રસી બનાવી શકવામાં અસફળ રહયા છે. આ બધાની જ વચ્ચે સોશિયલ મીડિયા પર કોરોના વાયરસથી બચવા માટે તેના આયુર્વેદિક ઉપાયો સામે આવવા લાગ્યા છે.

Image Source

સોશિયલ મીડિયા પર કોરોના વાયરસથી બચવા માટેના બે જુદા-જુદા દાવાઓ કરવામાં આવી રહયા છે. એક દાવા અનુસાર, હળદર અને લીંબુ બે એવી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તમે કોરોના વાયરસ સામે લડવામાં કરી શકો છો. તો બીજો એક દાવો એમ કહે છે કે તુલસીનો એક ટીપું રસ પણ કોરોના વાયરસ ઠીક કરી શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ દાવાઓમાં કેટલી હકીકત છે.

Image Source

ફિલ્મ નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રીએ 12 માર્ચે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું કે, ‘હળદર અને લીંબુ એ બે સરળ, સસ્તી અને સરળ વસ્તુઓ છે જેનો તમે કોરોનાવાયરસ સામે લડવા માટે નિયમિત ઉપયોગ કરી શકો છો. હોમમેઇડ રસમ પણ ખૂબ ઉપયોગી છે’. વિવેકના આ ટ્વિટ પછી આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. તેના ટ્વિટર હેન્ડલ પર, ઘણા યુઝર્સે આ વાતને નકારી કાઢી તો ઘણા લોકોએ તેનું સમર્થન પણ કર્યું છે.

આ હકીકતની પુષ્ટિ કરવા માટે, એક ડોક્ટર સાથે વાતચીત કરવામાં આવી તો તેમને કહ્યું કે હજી સુધી આવું કોઈ અધ્યયન બહાર આવ્યું નથી, કે જે સૂચવે છે કે હળદર-લીંબુ કોરોનાવાયરસ સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. જોકે હળદર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જો કોઈ રોજ કાચી હળદરનો રસ લે, તો તેમાં કોઈ નુકસાન નથી. આ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરશે, પરંતુ તેને લેવાથી કોરોનાવાયરસ થશે નહીં, એવું નથી.

Image Source

એક ડોકટરના જણાવ્યા અનુસાર, જે લોકો લાંબી બીમારીઓ સામે લડી રહયા છે, તેમને કોરોનાવાયરસનું જોખમ વધારે છે. એવા યુવાનો કે જેમની ઇમ્યુન સિસ્ટમ મજબૂત છે, તેમને કોરોનાવાયરસનું જોખમ ઓછું હોય છે. પરંતુ જો તેઓ કોઈ ચેપીના સંપર્કમાં આવ્યા તો તેમને પણ કોરોના વાયરસની અસર થઇ શકે છે. વિશ્વમાં કોરોનાવાયરસની સારવાર હજુ સુધી મળી નથી. સાવધાની એ સૌથી મોટો બચાવ છે. ઘણા લોકો તેની ઇમ્યુનીટી મજબૂત કરવા માટે રોજ કાચી હળદરની ગાંઠનો રસ લઈ રહ્યા છે.

Image Source

ત્યારે સોશિયલ મીડિયા પર એક બીજી પોસ્ટ પણ વાયરલ થઇ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વધુ માત્રામાં વિટામિન સીનું સેવન કરવાથી કોરોના વાયરસને ફેલાતા અટકાવી કે ઓછો કરી શકાય છે. તો બીજી તરફ એક ન્યુઝ ચેનલનો સ્ક્રીન શોટ પણ વાયરલ થઇ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કહ્યું છે કે તુલસીનો રસ પીવાથી કોરોના વાયરસની કોઈ અસર થતી નથી.

Image Source

તુલસીનો રસ અને સંતરા-લીંબુના સેવનથી કોરોનાના ઈલાજની વાત કહેવામાં આવી રહી છે. આ બધી વસ્તુઓ કોરોના ચેપમાં અસરકારક હોવાનું કહેવાય રહ્યું છે. જો કે, તપાસ કરતાં હકીકત કઈંક જુદી જ નીકળી.

Image Source

ખરેખર, કોરોનાનો ઈલાજ લઈને અત્યાર સુધીમાં કોઈ દેશમાં કોઈ રસીનું નામ બહાર આવ્યું નથી. મોટાભાગે ચેપથી બચવું એ એક માત્ર ઉપાય હોવાનું કહેવાય રહ્યું છે. આ અંગે તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થયેલી તસ્વીર નકલી છે. કોઈ પણ ચેનલ પર આવા કોઈ સમાચાર બતાવવામાં આવ્યા નથી કે જેમાં ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે તુલસીના સેવનથી કોરોનાથી સાજા થઈ શકાય છે. સાથે જ એ વાતના પણ કોઈ પુરાવા નથી કે મોટા પ્રમાણમાં વિટામિન સીનો ઉપયોગ તેને રોકી શકે છે અથવા તેનો ઉપચાર કરી શકે છે. ડોક્ટરોએ પણ આ વાતનો ઇનકાર કર્યો છે.

Image Source

હાલમાં કોઈ રસી નથી જે કોરોના વાયરસના ચેપને મટાડી શકે. જો કે, નિષ્ણાતોને ટાંકીને કેટલાક અહેવાલો પણ મળ્યા છે કે તુલસી પીવાથી અથવા ખાવાથી ઇમ્યુનીટી વધે છે જે રોગો સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ ડબ્લ્યુએચઓએ તુલસીને કોરોના વાયરસ સામે લડવાનો એવો કોઈ ઉપાય જણાવ્યો નથી. બચાવ જ આનો ઈલાજ છે. તમારા હાથને સારી રીતે ધોવા, તમારા નાક, આંખો અને મોઢામાં હાથ નાખવાનું ટાળો, જો તમે બીમાર થાઓ તો તમારા ડોક્ટરનો સંપર્ક કરો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.